અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં અગામી 2 દિવસ પડશે વરસાદ, જાણો ક્યા દિવસે ક્યાં પડશે વરસાદ

ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી તાઉ-તે વાવાઝોડા પછી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ત્યારે હવે અંબાલાલ પટેલે 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 27 થી…

ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી તાઉ-તે વાવાઝોડા પછી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ત્યારે હવે અંબાલાલ પટેલે 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 27 થી 28 ની વચ્ચે હળવાથી ભારે વરસાદ ડાંગ, તાપી, આણંદ, પંચમહાલ, ખેડા, ભાવનગર, અમરેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત અને દીવમાં સુક્કું વાતાવરણ રહેશે. તે ઉપરાંત નાઉકાસ્ટ તરફથી પણ અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 15થી 20 જૂને ચોમાસું બેસવાની શક્યતા જોવા મળી રહી છે.

અવાર-નવાર વરસાદ અંગે આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ચોમાસું આ વખતે સારું રહેવાની શક્યતા છે. ચોમાસામાં ચારે મહિના વરસાદ સારો થવાની શક્યતા સેવવામાં આવી છે. અંદમાન-નિકોબાર ટાપુ પર, બંગાળના દક્ષીણ ઉપસાગર પર ચોમાસાનું આગમન થઈ ગયું છે.

આ વખતે બંગાળના ઉપસાગરમાં અને અરબ સાગરમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે તે પરિબળો ચોમાસા માટે સકારાત્મક છે. મળતી માહિતી મુજબ, 20મી મેથી આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું સક્રિય થઈ ગયું છે. જે સ્થિતિ ભારતના દક્ષિણ છેડે ચોમાસાની સાનુકૂળતા બતાવે છે. એટલે ચોમાસું સમય પહેલાં 26મી થી 31મી મે સુધી ભારતના દક્ષિણ છેડે આવી પહોંચવાની શક્યતા રહેશે.

જો બંગાળના ઉપસાગરમાં ઉદ્ભવેલુ વાવાઝોડું વધારે પડતો વરસાદ કરશે તો શરૂઆતના ચોમાસા પર તેની અસર થવાની સંભાવના રહેશે. હવામાન વિભાગ દ્વારા તેમના અંદાજમાં આ વર્ષે અલ નીનો અથવા લા નીનોની કોઈ અસર જોવા મળશે નહીં તેમજ દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસામાં વરસાદ સામાન્ય રહેવાનો અંદાજ આપવામાં આવ્યો છે.

હવામાન વિભાગ દ્વારા મે માં સમગ્ર સીઝન સિવાય જૂન અને સપ્ટેમ્બરનો માસિક અંદાજ જાહેર કરવામાં આવ્યો છે. દેશના પશ્ચિમી કાંઠાના વાવાઝોડું તૌકતે ઘમરોળીને ગયું અને પૂર્વોત્તરના કિનારા ઉપર વધુ એક વાવાઝોડું યાસનો ખતરો ઉભો થયો છે.

પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી 23 અને 24 મેના રોજ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ડાંગ, તાપી, આણંદ, પંચમહાલ, ખેડા, ભાવનગર, અમરેલીમાં વરસાદ જોવા મળશે. અમદાવાદમાં આજે 36 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું છે. રાજ્યભરમાં આવતા 4-5 દિવસ સરેરાશ મહત્તમ તાપમાનમાં વધુ ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે.

હવામાન ખાતાએ સોમવારે જણાવ્યું હતું કે, આંદામાન-નિકોબાર દ્વીપસમૂહ સુધી નૈઋત્યનું ચોમાસું પહોંચી ગયું છે. ત્યાં ચોમાસું સક્રિય થઈ ગયું છે અને આગામી અઠવાડિયાના અંત સુધીમાં તે દક્ષિણ ભારતના કિનારાઓ ઉપર ટકરાય તેવી શક્યતા સેવાઈ રહી છે.

હવામાન ખાતાના અધિકારીઓએ જણાવ્યું કે, થોડા સમય પહેલાં જ 31મે એ કેરળમાં ચોમાસું આવવાની આગાહી કરવામાં આવી હતી. પરંતુ હવે તે થોડા દિવસ વહેલું આવી શકે છે. હવે 27મી મેએ ચોમાસું કેરળના કિનારે ટકરાશે અને બીજી જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું બેસી જશે તેવી શક્યતા છે. હવામાન વિભાગે જે અંદાજ આપ્યો છે તે મુજબ જૂનથી સપ્ટેમ્બર સુધી લોંગ ટર્મ એવરેજના 96થી 98 ટકા વચ્ચે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત જે વર્ષે 96થી 104 ટકા સુધી વરસાદ થાય છે, તે વર્ષે ચોમાસુ સામાન્ય માનવામાં આવે છે.

બીજી બાજુ ઓડિશા અને પશ્ચિમ બંગાળ ઉપર વાવાઝોડું યાસ ત્રાટકવાની શક્યતાઓ વચ્ચે રાજ્યના સુરક્ષાદળો અને એનડીઆરએફની ટીમો ફરી સક્રિય થઈ ગઈ છે. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે, શુક્રવારથી આંદામાનના કેટલાક ભાગ અને નિકોબારના તમામ દ્વીપસમૂહ ઉપર ચોમાસું બેઠું હતું. આ દરમિયાન અહીંયા ધીમી ધારે સતત વરસાદ પડી રહ્યો છે.

આવતા બે દિવસ એટલે કે, 26મી મે સુધીમાં સમગ્ર આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહો ઉપર ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારબાદ 28મી થી આ ચોમાસું સહેજ અટકશે અને આગળ વધશે. બંગાળની ખાડીમાં યાસ વાવાઝોડું સર્જાઈ રહ્યું હોવાથી તેની અસર ચોમાસા ઉપર પડશે. બે દિવસ વરસાદમાં બ્રેક લાગ્યા પછી તે ફરીથી સક્રિય થવાની માહિતી હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત થઈ છે.

પરિભાષા અનુસાર, ચોમાસાની સિઝનનું લોંગટર્મ એવરેજ 1961થી 2010 વચ્ચે 88 સેન્ટીમેન્ટર રહ્યું હતું. રાજીવને જણાવ્યું કે, હવામાન વિભાગ દ્વારા માસિક અંદાજે જાહેર કરવા માટે હવે સાંખ્યિકી આંકડાઓની જગ્યાએ ડાયનેમિક મલ્ટી મોડલ એન્સેંબલ (MME) ફ્રેમવર્ક યુઝ કરવામાં આવે છે.​​​​​​​

રાજીવને જણાવ્યું કે, જૂનથી સપ્ટેમ્બર સુધી ચાર મહિનાનો માસિક અંદાજ આ જ સિસ્ટમનો ઉપયોગ કરીને મેના અંતિમ સપ્તાહમાં તૈયાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે, IMD મોનસૂન કોર ઝોન (MCZ) માટે અલગથી અંદાજ આપવા માટે એક મોડલ બનાવવામાં આવી રહ્યુ છે. MCZ માટે આપવામાં આવેલો અંદાજ કૃષિ પ્રધાન રાજ્યોમાં લોકો માટે ખેતી-વાડીની યોજના બનાવવા માટે મદદગાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *