આ બેસણું છે કે ડાન્સ પાર્ટી? શોકસભામાં પરિવારજનોએ નચાવી બાર ગર્લ, જુઓ વિડીયો

Shoksabha Viral Video: શોકસભા હોય કે અંતિમ સંસ્કાર તેમાં મોટાભાગના લોકો દુઃખી હોય છે અને રડી પડે છે. એ સાચું પણ છે, જે પોતીકાને ગુમાવવાનો દર્દ તે પોતે જ સમજી શકે છે. પરંતુ કેટલાક લોકો એટલા રંગીન હોય છે કે તેઓ મૈયત કે એવું કશું જોતા નથી. તેમને નાચગાન (Shoksabha Viral Video) જોવા હોય તો તેઓ કોઈપણ મોકો છોડતા નથી. હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો, જેમાં એક શ્રદ્ધાંજલિ સભામાં બાર ગર્લને સ્ટેજ પર બોલાવી નચાવતા દેખાયા છે. જે જોયા બાદ તમે પણ તમારું માથું દીવાલ સાથે અથડાવશો.

શ્રદ્ધાંજલિ સભામાં બોલાવી બાર ડાન્સ
વાયરલ વિડીયો ક્યાંનો છે તેની તો કોઈ જાણકારી સામે આવી નથી, પરંતુ વીડિયોમાં જે કંઈ થઈ રહ્યું છે તે જોઈને તમે હચમચી જશો. એક શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મૃતકોની શ્રદ્ધાંજલિ આપવા માટે ઘણા મહેમાનો આવ્યા છે પરંતુ તેમણે આ સભામાં એક ખાસ આયોજન રાખ્યું છે.

જેમાં બાર ગર્લનો અશ્લીલ ડાન્સ દેખાડવામાં આવી રહ્યો છે. સ્ટેજ પર મૃતકોની તસ્વીરો પણ મૂકેલી હતી અને સ્ટેજ પર છોકરી બોલીવુડના ગીત ઉપર ડાન્સ કરતી દેખાઈ રહી છે. વળી સામે જોવા વાળા પણ મૂરખા છે, તેઓ ખુરશી પર બેસીને આ બધો તમાશો જોઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by ghantaa (@ghantaa)

યુઝર છે પણ લીધી મજા
વીડિયોને એક instagram એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 10 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. લોકોએ આના પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આ શ્રદ્ધાંજલિ નથી રંગારંગ કાર્યક્રમ ચાલી રહ્યો છે. અન્ય એક વ્યક્તિએ રિએક્શન આપતા લખ્યું કે લાગે છે દાદીની આત્મા આ છોકરી માં આવી ગઈ છે. તો અન્ય એક વ્યક્તિએ કહ્યું કે હવે લાગે છે કે દાદા આ જોઈને તેમની આત્માને શાંતિ નહીં તૃપ્તિ મળશે.