ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) 24 એપ્રિલે આમને સામને હતા. મુંબઈ ઈન્ડિયન્સના ઈશાન કિશનનું કંગાળ ફોર્મ આ મેચમાં પણ હતું અને તે મોટો સ્કોર બનાવવાથી ચુકી ગયો. પરંતુ આ વખતે ઈશાન કિશનની આઉટ થવાની રીત વિચિત્ર હતી, જેના કારણે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. ઈશાનના બેટને અડીને બોલ બહાર આવ્યા બાદ વિકેટકીપરના બુટ સાથે અથડાયો અને નજીકમાં ઉભેલા જેસન હોલ્ડરે કેચ પકડી લીધો. કેવી રીતે બની આ રસપ્રદ ઘટના, જાણો…
મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગની આઠમી ઓવરમાં જ્યારે રવિ બિશ્નોઈ લખનૌ તરફથી બોલિંગ કરવા આવ્યો ત્યારે તેણે પહેલા જ બોલ પર જ અજાયબી કરી નાખી હતી. રવિ બિશ્નોઈના શોર્ટ બોલ પર ઈશાને મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બેટ સાથે અથડાયા બાદ બોલ સીધો વિકેટકીપર ક્વિન્ટન ડી કોકના બુટ સાથે અથડાયો હતો. બોલ બુટ પર અથડાઈ, ઉછળ્યો અને સ્લિપમાં ઉભેલા જેસન હોલ્ડરે પાસે ગયો હતો અને તેણે કેચ પકડી લીધો હતો.
#IPL20222 #Ishan Kishan out pic.twitter.com/bavNNp0l1z
— Brahmadev Yadav?? (@Brahmadev30) April 24, 2022
ખાસ વાત એ હતી કે બોલ જેસન હોલ્ડરના હાથમાંથી પણ છૂટી રહ્યો હતો, પરંતુ તેણે તેને પકડી લીધો. આ પછી લખનૌની ટીમે અપીલ કરી અને થર્ડ અમ્પાયરે તેની તપાસ કરી. થર્ડ અમ્પાયરે વારંવાર રિપ્લે જોયા બાદ તેને ક્લીન કેચ ગણાવ્યો હતો.
ઈશાન કિશનનું ખરાબ ફોર્મ ચાલુ
તમને જણાવી દઈએ કે ઈશાન કિશન આ સિઝનનો સૌથી મોંઘો ખેલાડી છે, મુંબઈ ઈન્ડિયન્સે તેને 15.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ઇશાને બે ઇનિંગ્સમાં સતત ફિફ્ટી સાથે શરૂઆત કરી હતી, પરંતુ ત્યારથી તે નિષ્ફળ ગયો હતો.
IPL 2022માં ઈશાન કિશનના રન: 81*, 54, 14, 26, 3, 13, 0, 8
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.