દેશના આ બે રાજ્યમાં છે 200થી વધુ આતંકી, મોટો હુમલો કરવાની રચી રહ્યા છે સાજીશ

દિલ્હીમાં પોલીસની સ્પેશિયલ સેલે શનિવારે એન્કાઉન્ટર બાદ ઇસ્લામિક સ્ટેટ (IS) ના આતંકીની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસે 2 IED અને એક પિસ્તોલ મળી છે. યુનાઇટેડ નેશન્સે આતંકવાદ અંગે ગયા મહિને એક અહેવાલ બહાર પાડ્યો હતો. ચેતવણી આપવામાં આવી હતી કે, કેરળ અને કર્ણાટકમાં મોટી સંખ્યામાં IS આતંકીઓ હોઈ શકે છે.

રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, ભારતીય ઉપમહાદ્વીપમાં અલ કાયદા (AQIS) આતંકવાદી સંગઠન હુમલાનું કાવતરું ઘડી રહ્યું છે. એક્યુઆઈએસનો હાલનો માસ્ટર માઇન્ડ ઓસામા મહેમૂદ છે, જે હત્યા કરવામાં આવેલ અસીમ ઉમરની જગ્યા લઈ શકે છે. તે ઓમરની મોતનો બદલો લેવા માટે વિસ્તારમાં બદલાનું કાવતરું ઘડી રહ્યો છે.

IS ના એક મદદગાર દેશએ કહ્યું કે, ભારતીય ઉપખંડમાં અલ કાયદાના 180 થી 200 આતંકીઓ છે. તેઓ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મ્યાનમારના છે. અલ કાયદા એ ભારતીય ઉપખંડમાં આઈએસનો સાથી છે.

આઈએસએ ભારતમાં એક નવો પ્રાંત બનાવવાનો દાવો કર્યો છે…
ISએ તેની ન્યૂઝ એજન્સી અમકને ટાંકીને 10 મે 2019 ના રોજ દાવો કર્યો હતો કે, તે ભારતમાં એક નવો પ્રાંત ‘વિલાયહ ઓફ હિંદ’ સ્થાપવામાં સફળ થયો છે. આ દાવો કાશ્મીરમાં એન્કાઉન્ટર બાદ કરવામાં આવ્યો હતો. આ એન્કાઉન્ટરમાં સોફી નામનો આતંકવાદી માર્યો ગયો હતો. જે આ સંસ્થા સાથે સંબંધિત હતી. તે કાશ્મીરમાં 10 વર્ષથી વધુ સમયથી અનેક આતંકી સંગઠનો સાથે કામ કરી રહ્યો હતો. બાદમાં તે આઈએસમાં જોડાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *