ગુજરાત ATSને મળી મોટી સફળતા: અમદાવાદ અદાણી એરપોર્ટથી ભારતમાં ISIS આતંકી ઘૂસે એ પહેલા પકડાયા

Ahemdabad Terrorist News: ગુજરાતના અમદાવાદથી આ સમયે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ATSએ અમદાવાદ એરપોર્ટ પરથી ISISના ચાર આતંકીઓની(Ahemdabad Terrorist News) ધરપકડ કરી છે. ચારેય આતંકીઓ શ્રીલંકાના નાગરિક છે. ગુજરાત ATSએ હાલમાં ચારેય આતંકીઓને અજ્ઞાત સ્થળે લઈ જઈને પૂછપરછ શરૂ કરી છે. અમદાવાદ એરપોર્ટ પર આતંકવાદીઓ કયા ઈરાદા સાથે આવ્યા હતા તેની માહિતી હજુ મળી નથી.તેમજ ગુજરાતમાં અથવા અન્ય રાજ્યમાં કોઈ કનેક્શન છે કે નહીં તે શોધવાની પ્રક્રિયા એટીએસએ હાથ ધરી છે.

તમામ આતંકવાદીઓ શ્રીલંકન નાગરિક
હાલમાં ATSએ આતંકવાદીઓને અજાણ્યા સ્થળે લઈ જઈને સઘન પૂછપરછ હાથ ધરી છે. આતંકવાદીઓ સાથે જોડાયેલ તમામ કનેક્શન અંગે તપાસ કરાઈ રહી છે. આતંકવાદીઓ સ્લીપર સેલ છે કે નહીં તેની તપાસ શરૂ કરી દેવાઈ છે.તેમજ આ તમામ આતંકવાદીઓ શ્રીલંકન નાગરિક છે અને તેઓ ઇસ્લામિક સ્ટેટ (ISIS) સાથે સંકળાયેલા છે. આતંકીઓ શ્રીલંકાથી વાયા ચેન્નઈ થઈને અમદાવાદ પહોંચ્યા હતા. પાકિસ્તાનના હેન્ડલરના આદેશ બાદ કોઈ કામગીરી કરવાની ફિરાકમાં હતા.

ગુજરાત એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી
સૂત્રો અનુસાર ચાર ઈસમોની અટકાયત કરવામાં આવી છે. આ ચારેય જણા આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ સાથે સંકળાયેલા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. તેઓ મૂળ શ્રીલંકન નાગરિક છે. આ ચારેય જણા અમદાવાદ એરપોર્ટ પર કેમ આવ્યા? શું આતંકી સંગઠન આઈએસઆઈએસ ગુજરાત કે ભારતમાં કોઈ મોટો હુમલો પ્લાન કરી રહી છે? તેમના કોઈ સ્લીપર સેલ છે? કે કેમ તે દિશામાં ગુજરાત એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

IPLની મેચો વચ્ચે આતંકીઓ પકડાતા અમદાવાદમાં એલર્ટ
આજે અમદાવાદમાં IPLની ત્રણ ટીમ પહોંચવાની છે. મંગળવારે ક્વોલિફાયર-1 અને બુધવારે એલિમિનેટર મેચ રમાવવાની હોવાથી આ ટીમો આજે અમદાવાદ ખાતે પહોંચવાની છે. આ ટીમોમાંથી બપોરે 12:30 કલાકે આરસીબીની ટીમ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી હતી, આમ એરપોર્ટ પરથી આતંકી ઝડપાતા હાઇ એલર્ટ જેવી સ્થિતિ ઉભી થઈ છે.

ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં
સૂત્રોના જણાવ્યા અનુસાર આ ચારેય આતંકીઓ દેશમાં મોટો આતંકી હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. આ આતંકવાદીઓ શ્રીલંકાથી ચેન્નાઈ થઈને અમદાવાદ પહોંચ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ગુજરાત ATSએ આ ચારેય આતંકવાદીઓ લક્ષ્યાંકિત સ્થળે પહોંચે તે પહેલા જ તેમની ધરપકડ કરી લીધી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે આ આતંકવાદીઓ પાકિસ્તાનથી તેમના હેન્ડલરના આદેશની રાહ જોઈ રહ્યા હતા. આ આતંકીઓ અમદાવાદ પહોંચ્યા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે.