ઇસરોમાં લાખો રૂપિયાની નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ, કોણ કરી શકે અરજી? અહીં વાંચો માહિતી

ISRO Recruitment 2025: સારા પગારવાળી અને સરકારી નોકરી મેળવવાની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે ઈસરોએ નોકરીના દરવાજા ખોલ્યા છે. ભારતીય અવકાશ (ISRO Recruitment 2025) સંશોધન સંસ્થાના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (ISRO VSSC) એ વિવિધ જગ્યાઓ માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે. આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવી છે.

ISRO ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયાકત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવાં.

ઈસરો ભરતી માટે મહત્વની માહિતી
સંસ્થા ભારતીય -અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)
પોસ્ટ – વિવિધ
જગ્યા- 103
વયમર્યાદા- મહત્તમ 35 વર્ષ સુધી
અરજી કરવાની શરુઆતની તારીખ- 19 સપ્ટેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ- 9 ઓક્ટોબર 2024
વેબસાઈટ www.isro.gov.in – www.hsfc.gov.in

ઈસરો ભરતી પોસ્ટની વિગતો
પોસ્ટ
મેડિકલ ઓફિસર- SD 2
મેડિકલ ઓફિસર – SC-1
સાયન્ટીસ્ટ-એન્જીનિયર – SC-10
ટેક્નિકલ આસિસ્ટન્ટ 28
સાયન્ટીફીક આસિસ્ટન્ટ-1
ટેક્નિશિયન-B-43
ડ્રાફ્ટમેન-B-13
આસિસ્ટન્ટ(રાજભાષા) -5

ઈસરો ભરતી માટે શૈક્ષણિક લાયકાત
મેડિકલ ઓફિસર (SD) – સંબધિત ફિલ્ડમાં ઓછામાં ઓછા 60 ટકા માર્ક સાથે એમડી અથવા સીજીપએ-સીપીઆઈ 6.5 ગ્રેડ..
મેડિકલ ઓફિસર (SC) – સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી એમબીબીએસની ડિગ્રી અને બે વર્ષનો અનુભવ
સાયન્ટીસ્ટ-એન્જીનિયર – SC – સંબંધિત ફિલ્ડમાં ઓછામાં ઓછા 60 ટકા માર્ક સાથે M.E./M.Tech અથવા સીજીપએ-સીપીઆઈ 6.5 ગ્રેડ.. વધારે
ટેક્નિકલ આસિસ્ટન્ટ – સરકાર માન્ય સંસ્થામાં સંબંધિત ફિલ્ડમાં ફસ્ટ ક્લાસ સાથે ડિપ્લોમા ઇન એન્જીનિયરિંગ કરેલું હોવું જોઈએ
સાયન્ટીફીક આસિસ્ટન્ટ – સરકાર માન્ય સંસ્થામાંથી બીએસસી ફસ્ટ ક્લાસ સાથે પાસ કરેલું હોવું જોઈએ.
ટેક્નિશિયન-B – SSLC/SSC/મેટ્રીક્યુલેશન + ITI અથવા NCVT માંથી સંબંધી ટ્રેડમાં NTC/NAC
ડ્રાફ્ટમેન-B – SSLC/SSC/મેટ્રીક્યુલેશન + ITI અથવા NCVT માંથી સંબંધી ટ્રેડમાં NTC/NAC
આસિસ્ટન્ટ(રાજભાષા) – ઓછામાં ઓછા 60 ટકા માર્ક સાથે સ્નાતક