આમ આદમી પાર્ટીના 2022ના મુખ્યમંત્રી પદના 2 દાવેદારો 14મીએ કેજરીવાલના હાથે મેળવશે પ્રવેશ- જાણો કોણ છે

ગુજરાતની રાજકીય પરિસ્થિતિને જોતા હાલમાં આમ આદમી પાર્ટી પુરા જોશ થી પોતાનો મુખ્યમંત્રી આવશે અને ગુજરાતમાં ત્રીજો પક્ષ પરિવર્તન લાવશે એવો પ્રચાર કરવામાં આવી રહ્યો…

file photo

ગુજરાતની રાજકીય પરિસ્થિતિને જોતા હાલમાં આમ આદમી પાર્ટી પુરા જોશ થી પોતાનો મુખ્યમંત્રી આવશે અને ગુજરાતમાં ત્રીજો પક્ષ પરિવર્તન લાવશે એવો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે ગુજરાતના રાજકારણમાં મહત્વપૂર્ણ ભાગીદારી ધરાવતો પાટીદાર સમાજ ફરી સક્રિય થયો છે. રાજકોટમાં આજે પાટીદાર સમાજના કહેવાતા અગ્રણીઓ ભેગા થયા હતા અને ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, આગામી મુખ્યમંત્રી પાટીદારો હોય તેવી અમારી ઇચ્છા છે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ફાયદો થશે તેવો સૂચિત સંકેત પણ આપ્યો હતો.

આમ આદમી પાર્ટી ગુજરાત ની રાજનીતિ માં 14 જૂને મોટો ભૂકંપ લાવી શકે છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે ગુજરાત પ્રવાસએ આવી રહ્યા છે. ત્યારે સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર પૂર્વ પત્રકાર અને ખાનગી ચેનલના ના ચીફ એડિટર રહી ચુકેલા ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીનું ઝાડૂ પકડી શકે છે. જ્યારે 2014માં મોદીની લહેર વિરુદ્ધ ચૂંટણી લડેલા અને ગુજરાતમાં મોટીવેશનલ સ્પીકર તરીકે સ્થાપિત થયેલા સંજય રાવલ પણ કેજરીવાલની આર્મીમાં જોડાઈ શકે છે.

સંજય રાવલ પોતાના જાહેર પ્રવચનોમાં હંમેશા કહેતા આવ્યા છે, તેઓ રાજનીતિમાં આવશે અને ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનશે. જ્યારે પત્રકાર માંથી પોલિટિશિયન બનવા જઇ રહેલા ઈશુદાન ગઢવી એ પણ પ્રજાજનો માટે કામ કરવાની અને જાહેર જીવનમાં ઉતારવાની ઈચ્છા થોડા દિવસ અગાઉ જ જાહેર કરી ચુક્યા છે. જ્યારે ગુજરાતમાં આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયા હંમેશા માટે પોતાને મુખ્યમંત્રી બનવું છે, તેવી ઇચ્છા વ્યક્ત કરી છે. ત્યારે ગુજરાત આમ આદમી પાર્ટી પાસે ત્રણ ત્રણ મુખ્ય મંત્રી ચહેરાઓ હોવાનું ગર્વ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ લઇ રહ્યા છે.

ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે, ત્યારે ગુજરાતના પાટીદાર સમાજે આજે મનોમંથન મિટિંગ કરીને આમ આદમી પાર્ટી તરફ તે વળશે તેવો ઈશારો પણ કર્યો છે. સંભાવનાઓ રહેલી છે કે નરેશ પટેલ પણ આમ આદમી પાર્ટી તરફથી જોક ધરાવે છે અને કદાચ ભવિષ્યમાં આમ આદમી પાર્ટીમાં પણ જોડાઈ જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *