હાલમાં એક જાણકારી સામે આવી રહી છે કે, જેને જાણીને તમને નવાઈ લાગશે. ભારતમાં એક યાત્રાધામ આવેલું છે. જેને લઈને એક જાણકારી સામે આવી રહી છે. અહી આવતા ભકતોનું માનવું છે કે, જો સાચા દિલથી અહી માથું નમાવી દેવામાં આવે તો તમામ મનોકામના પૂર્ણ થઈ જાય છે.
15 જૂનનાં રોજ બાબાની જયંતી પર આયોજિત મહોત્સવમાં વિશેષ પ્રસાદ લેવા માટે દેશ તથા વિશ્વમાંથી હજારો ભકતો પહોંચી જાય છે અને પુણ્યતિથી પર આશિર્વાદ લેવા માટે માનવ મહેરામણ ઉમટી પડે છે. જો કે, આ વર્ષે કોરોના વાયરસને લીધે શ્રદ્ધાળુઓ આવી શક્ય નથી.
સ્ટીવ જોબ્સને મળી હતી આધ્યાત્મિક શાંતિ :
APPLE કંપનીના સંસ્થાપક સ્ટીવ જોબ્સને ગુરુની શોધ હતી. તેઓ આધ્યાત્મિક યાત્રા પર જવા માંગતા હતા. સ્ટીવ ભારત આવ્યા ત્યારે પહેલાં તો હરિદ્વાર પહોંચ્યા. અહિ થોડા દિવસ રહ્યા પછી તેઓ કેંચીધામ આવી ગયા હતાં. જો કે, સ્ટીવ નીમ કરૌરી બાબાના આશ્રમ આવ્યા હતાં. એમને જાણ થઇ કે, બાબાએ સમાધી લઇ લીધેલી છે. એવું માનવામાં આવે છે કે, એમને APPLEનાં લોગોનો વિચાર અહિથી જ આવ્યો હતો.
ફેસબુક વેચી નાખવાના વિચારમાં હતા માર્ક અને…
વર્ષ 2015માં PM નરેન્દ્ર મોદી ફેસબુકની ઓફીસમાં હતાં. ઝુકરબર્ગ પોતાની ભારત યાત્રા વિશે વાત કરી રહ્યા હતા. એમણે જણાવતાં કહ્યું હતું કે, તેઓ આશંકામાં હતા કે ફેસબુકને વેચી દેવી જોઈએ કે નહીં ત્યારે એપલના સ્ટીવ જોબ્સે એમને ભારતના એક મંદિરમાં જવા માટેનું જણાવ્યુ કહ્યું.
ઝુકરબર્ગે જણાવતાં કહ્યું કે, તેઓ 1 માસ ભારતમાં જ રહ્યા છે અને આ મંદિરમાં આવ્યા. એ સમયે તેઓ ખૂબ જ ઉદાસ હતા. તેઓ અહિ કુલ 2 દિવસ રોકાયા હતાં. એમણે ફેસબુકને વેચી દેવાનું મન બનાવી લીધું છે. ઝુકરબર્ગનું માનવું છે કે, ભારતમાં મળેલ આધ્યાત્મિક શાંતિ પછી એમને ઉર્જા મળી હતી.
બાબાથી પ્રભાવિત થઈને અભિનેત્રી અપનાવી લીધો હિંદુ ધર્મ :
પોતાની ફિલ્મ ઈટ,પ્રે, લવની શૂટિંગ માટે ભારત આવેલ જૂલિયા રોબર્ટે વર્ષ 2009માં હિંદુ ધર્મ અપનાવી લીધો હતો. ઓસ્કર વિજેતા હોલિવૂડની આ અભિનેત્રીએ જણાવતાં કહ્યું હતું કે, એ નીમ કરૌરી બાબાને જોઇને પ્રભાવિત થઇ ગઈ હતી. હિંદુ ધર્મ અપનાવી લેવાનો નિર્ણય કર્યો હતો. જૂલિયા એ દિવસમાં હિંદુ ધર્મનું પાલન કરી રહી હતી. જૂલિયા ભારતમાં જ રહેવા માંગતી હતી તથા હિન્દી ભાષા શીખવા માંગતી હતી.
ઉત્તરપ્રદેશમાં આવેલ ફિરોઝાબાદ જિલ્લાના લક્ષ્મી નારાયણ શર્મા ઉત્તરપ્રદેશનાં એક ગામમાં તપ કરીને બાબા બની ગયા હતાં. એમની શક્તિની હાલમાં સમગ્ર વિશ્વમાં ચર્ચા છે. એમણે હનુમાન મંદિર બનાવ્યા તેમજ નિર્વાણ અગાઉ કુલ 2 આશ્રમ પણ બનાવડાવ્યા. બાબાએ મહાસમાધી લેવા માટે વૃંદાવનની પસંદગી કરી હતી. 11 સપ્ટેમ્બરનાં રોજ સમાધી લીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en