“બાળકને સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે” – પ્રમુખસ્વામી મહારાજ

‘બાળકને સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે.’ આ શબ્દો છે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં… તેઓ હંમેશા બાળકોના સંસ્કાર પ્રત્યે ખૂબ…

‘બાળકને સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે.’ આ શબ્દો છે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં… તેઓ હંમેશા બાળકોના સંસ્કાર પ્રત્યે ખૂબ જ ધ્યાન આપતા. બાળકને સંસ્કાર આપવાની રીત જાણવી જરૂરી છે. બધાને એક અસ્ત્રાથી ન મુંડાય, જેમ ઘરનો ઓરડો સાફ કરવાની સાવરણી જુદી ને આંગણું સાફ કરવાનો સાવરણો જુદો હોય ને ઘર આગળનો રસ્તો સાફ કરવાનો સાવરણો પણ જુદો હોય… કપડાં સાફ કરવાનું બ્રશ જુદું ને દાંત સાફ કરવાનું બ્રશ જુદું. તેમ બાળકને પણ સંસ્કાર આપવાની રીત જુદી જુદી હોય છે.

ત્યારે પ્રમુખસ્વામી મહારાજની સંસ્કારસિંચન કરવાની રીત પણ કઈક જુદી હતી. પ્રમુખસ્વામીએ બાળકોના તમામ ભાવો પૂરા કર્યા છે, તમામ મગણીઓને સંતોષવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે તેમના એવા જ એક કિસ્સા વિશે જાણીએ તો, એક વખત પ્રમુખસ્વામી મહારાજના દર્શન કરવા હરિભક્તો લાઇનમાં આવી રહ્યા હતા. આ દરમિયાન એક બાળક આવ્યો અને પ્રમુખસ્વામી મહારાજને ચિઠ્ઠી આપી નીકળી ગયો હતો.

આ ચિઠ્ઠી પ્રમુખસ્વામી મહરાજે સાચવી રાખી હતી. આ પછી વાચ્યું તો એમાં લખ્યું હતું કે, આપનું આસન બહુ ઊંચું છે તો મને દર્શન બરાબર થઈ શક્યા નહીં, જેને પગલે પ્રમુખસ્વામી મહરાજે તરત જ આયોજક સંતોને બોલવી સૂચના આપી જણાવ્યું હતું કે હવેથી મારુ આસન નીચું રાખવું જેથી બાળકોને પણ વ્યવસ્થિત મળી શકાય. પ્રમુખસ્વામી મહારાજ માટે બાળક – વૃદ્ધ, અમીર-ગરીબ, આદિવાસી-અમેરિકાવાસી બધા એક જ સમાન હતા, અને તેઓ તમામને એક સરખો પ્રેમ અને હુંફ આપતા હતા.

ત્યારે અન્ય એક કિસ્સા વિશે વાત કરીએ તો, એક વાર પ્રમુખસ્વામી મહારાજ દેવગઢબારિયા બાજુ વિચરણ કરી રહ્યા હતા. આ દરમિયાન મલાવ ગામના રહેવાસી શંભુ નામના બાળકે પ્રમુખસ્વામી મહારાજને તેના ઘરે પધરામણી કરવા માટે આમંત્રણ આપ્યું હતું. જેથી સાંજના સમયે દેવગઢબારિયાથી નીકળ્યા ત્યારે  પ્રમુખસ્વામી મહારાજે રાતનો સમય તેમજ રસ્તો પણ ખરાબ છતાં મલાવ ગામ થઈને ગાડી ચલાવવા ચાલકને કહ્યું અને પ્રમુખસ્વામી મહારાજે શંભુના ઘરે પધરામણી કરી હતી. તેમજ એક નાના સામાન્ય પરિવારના બાળકને રાજી કર્યો કારણ કે પ્રમુખસ્વામીને સંસ્કારી બાળકો તૈયાર કરવા હતા.

આ રીતે બાળકોના મન સાચવતા, રમાડતા, જમાડતા અને સાથે સાથે સંસ્કાર અને સદાચારના ગુણોનું સિંચન કરતાં. આ અંગે પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે, ‘તમે તમારા બાળકને સંસ્કાર આપો.’ જો આપણે સંસ્કાર નહિ આપીએ તો બાળક આપણા લાખ રૂપિયાને પણ ખાખ કરતાં વાર નહિ લગાડે.

આ ઉપરાંત જયારે પ્રમુખસ્વામી મહરાજ લંડનમાં બિરાજમાન હતા, તે સમયે એક તિલક નામના બાળકે વિચાર કર્યો કે પ્રમુખસ્વામી મહારાજની પૂજામાં જે પુષ્પો આવે છે તેની સેવા આપડે કરવી છે. આજુબાજુના બધા ઘરોમાં ફરીને તેમનો સંપર્ક કરીને બધા ઘરેથી થોડા થોડા ફૂલ લેવા માટે નક્કી કર્યું. આ પછી એક દિવસ વધારે ફૂલો આવતા પ્રમુખસ્વામી મહારાજે  તિલકને પૂછ્યું આજે કેમ વધારે ફૂલ છે ત્યારે આ બાળકે કહ્યું આજે બીજા ફૂલો ખીલ્યા હતા જે લઈ આવ્યા. આ પછી પ્રમુખસ્વામી મહરાજે પૂછ્યું માલિકને પૂછીને લીધા કે પૂછ્યા વગર, ત્યારે બાળક કઈ જવાબ ના આપી શક્યો અને માથું નીચું કરીને ઊભો રહ્યો, આ સમયે પ્રમુખસ્વામી મહારાજે પ્રેમથી બાળકને સમજાવતા કહ્યું પૂછ્યા વગર લેવું તે ચોરી કહેવાય.

ત્યારબાદ એક વખત જયારે આ બાળક ટેબલ ટેનિસના બોલ લેવા માટે દુકાને ગયો ત્યારે દુકાન પર કોઈ હતું નહીં ને  બાળકને ઉતાવળ હતી, એટલે પ્રથમ બાળમાનસથી વિચારતા બોલ લઈ ખિસ્સામાં નાખવાનો પ્રયત્ન કર્યો ત્યારે બાળકને પ્રમુખસ્વામીના એ વચનો યાદ આવ્યા અને બોલ મૂકી દીધા આ બાળક મોટો થઈને સાધુ થયા આ બાળક એટલે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી. આમ પ્રમુખસ્વામી મહારાજ બાળકોને પ્રેમપૂર્વક સાચવતા અને સાથે સાથે સંસ્કારનું પણ સિંચન કરતાં.

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે આવા હજારો બાળકોને હૂંફ અને પ્રેમ આપી સંસ્કારોનું સિંચન કર્યું છે. એક માતા પિતાની જેમ જ સ્વાવલંબી જીવન, વડીલોનો આદર, આદર્શ વર્તન, વાણી વિવેક, ચોરી ન કરવી, એકતા, સાદગી, કુસંગ ત્યાગ, માતા પિતા અને ચારિત્ર્યવાન બનવું આવા કંઇક કેટલાય સંસ્કાર પ્રમુખસ્વામી મહારાજે બાળકોમાં સિંચ્યા છે. આજ કાર્ય આજે પ્રગટ બ્રહ્નસ્વરૂપ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ પણ કરી રહ્યા છે. આજે અહી પૂજ્ય મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી 15000 જેટલા બાળકો આજે શતાબ્દી મહોત્સવની સેવામાં પણ કાર્યરત થાય છે.

આ સાથે જ હાલ અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પણ બાળકોમાં સંસ્કારના સિંચન થયા તે માટે વિશાળ બાળનગરીની પણ રચના કરવામાં આવી છે. અહી પ્રદર્શિત કરવામાં આવતા વિવિધ કૃતિઓથી પ્રેરિત થઈ અહી 15000 વધુ બાળકોએ માતાપિતાને આદર કરવો, ભગવાનને પ્રાર્થના કરવી, સારા પુસ્તકોનું વાંચન કરવું. ઈન્ટરનેટ અને મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, સારો અભ્યાસ કરવો વગેરે નિયમો ગ્રહણ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *