પાંચ વાહનોનો ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના દર્દનાક મોત- ‘ઓમ શાંતિ’

તમિલનાડુ(Tamil Nadu)ના કુડ્ડલોર(Cuddalore)માં મંગળવારે સવારે પાંચ વાહનો એકબીજા સાથે અથડાયા બાદ બે બાળકો સહિત પાંચ લોકોના મોત(Five people died) થયા હતા. આ અકસ્માત(Accident) વેપુર વિસ્તારનો…

તમિલનાડુ(Tamil Nadu)ના કુડ્ડલોર(Cuddalore)માં મંગળવારે સવારે પાંચ વાહનો એકબીજા સાથે અથડાયા બાદ બે બાળકો સહિત પાંચ લોકોના મોત(Five people died) થયા હતા. આ અકસ્માત(Accident) વેપુર વિસ્તારનો છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ત્રિચી-ચેન્નઈ હાઈવે(Trichy-Chennai Highway) પર એક કાર પાર્ક હતી. જેમાં એક જ પરિવારના 5 લોકો બેઠા હતા. ત્યારે પાછળથી આવતી એક ટ્રકે કારને ટક્કર મારી હતી.

તે જ સમયે ટ્રકની પાછળ આવતી અન્ય એક ટ્રક અને બે બસ પણ તેમની સાથે અથડાઈ હતી. જેના કારણે કારમાં બેઠેલા એક જ પરિવારના 5 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આસપાસના લોકોએ તરત જ આ અંગે કુડ્ડાલોર પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કારમાંથી મૃતદેહોને બહાર કાઢ્યા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

કુડ્ડલોર પોલીસના જણાવ્યા અનુસાર, તેમને મંગળવારે સવારે માર્ગ અકસ્માતની માહિતી મળી હતી. પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાં કારમાં ફસાયેલા પાંચ મૃતકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. હાલ હાઇવે પરથી તમામ વાહનોને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે મામલાની પણ તપાસ કરવામાં આવી રહી છે.

માર્ગ અકસ્માતમાં 3 વર્ષની બાળકીનું મોત
આ અગાઉ ઈરોડમાં રવિવારે એક માર્ગ અકસ્માતમાં ત્રણ વર્ષની માસૂમ બાળકીનું મોત થયું હતું. તેમજ અન્ય 10 લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, યાત્રાળુઓનું એક જૂથ એક વાહનમાં મેલમારુવાથુર જઈ રહ્યું હતું. દરમિયાન એક વળાંક પર વાહન ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા વાહન રોડની બાજુમાં આવેલ ઝાડ સાથે અથડાયું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં બાળકીના માતા-પિતા પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. સાથે જ વાહનને સંપૂર્ણ નુકસાન થયું છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *