હાલના સમયમાં ધ કાશ્મીર ફાઈલ(The Kashmir Files) ફિલ્મ ભારત માં લગભગ 4500 સ્ક્રીનમાં બતાવવામાં આવી રહી છે. આ ફિલ્મના જોનારા લાખો લોકો પોતાના મંતવ્ય મુજબ તેમની ટીકા કરી રહ્યા છે અને અમુક લોકો ફિલ્મ ના વખાણ કરી રહ્યા છે. આજ સમયે રાજસ્થાન માંથી આ ફિલ્મને લઈને એક વિવાદ સામે આવ્યો છે.
રાજસ્થાન(Rajasthan)ના કોટા(Kota)માં આ ફિલ્મના કારણે કલમ 144 લાગુ કરી દેવાઇ હતી. રાજસ્થાનના એક દલિત યુવા કે આ ફિલ્મ ઉપર એક કોમેન્ટ કરી હતી. તેની આ એક કોમેન્ટ ને કારણે તેનું નાક રગડી ને માફી માંગવાની ફરજ પડી હતી. અલવર જિલ્લામાં રહેતા અને ખાનગી બેંકમાં સેલ્સ મેનેજર રાજેશ આ ફિલ્મ જોઈને તાજેતરમાં ફેસબુક ઉપર એક કોમેન્ટ કરી હતી તેના કારણે તેને જુકી ને માફી માગવી પડી હતી.
પ્રાપ્ત જાણકારી અનુસાર રાજેશ એ કહ્યું હતું કે આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતો પરના અત્યાચાર ને બતાવવામાં આવ્યા છે.પણ બીજી જાતીઓ પર પણ આવા અત્યાચાર જે કરવામાં આવ્યા હતા તે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યા નથી. આ રીતે ની કોમેન્ટ ફેસબુક ઉપર કરતાં જ લોકો તેની ઉપર ગાળોનો વરસાદ કરી રહ્યા હતા.ત્યારબાદ અમુક લોકોએ ભેગા થઈને રાજેશને ત્યાંના સ્થાનિક મંદિરમાં બોલાવીને તેની પાસે નાખ રગડાવી ને માફી મંગાવી હતી.
આ યુવકનું કહેવું છે કે આ પહેલા જ મેં ફેસબુક પર માફી માંગી લીધી હતી તેમ છતાં બધા લોકોએ મને જાહેરમાં માફી મંગાવી. ઉપરાંત રાકેશ જણાવ્યું હતું કે મેં મારી ફેસબુક પોસ્ટમાં જય ભીમ મુવી ને ટેક્સ્ટ કરવાની વાત લખી હતી અને લોકોએ તેના જવાબમાં જયશ્રીરામ જેવી કોમેન્ટ પણ કરી હતી. મેં પણ જયભીમ લખીને તેનો જવાબ આપ્યો હતો પરંતુ લોકોને આ વાત પસંદ આવી નહોતી. આવાત દરમ્યાન આ યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આપડી ઘટના વિશે જલ્દી તપાસ શરૂ કરશે તેવી સૂચના આપી છે.