આજે એટલે કે, 23 જાન્યુઆરીનાં રોજ જન્મજયંતિ છે. ભારતની મહાન ભૂમિમાં જે મહામાનવોનું અવતરણ થયું છે તે સૌનો આગવો તથા અનેરો ઇતિહાસ ર્હ્ર્લો છે. એમાં આઝાદીના આશક તથા અગ્રદૂત નેતાજી સુભાષચંદ્ર બોઝ એ એક ઐતિહાસિક મહામાનવ તરીકે અમર અંકિત છે.
‘તુમ મુઝે ખૂન દો મેં તુમે આઝાદી દૂંગા’ આ નારા દ્વારા દેશના વીર નવયુવકોને ભારતની આઝાદી માટે આહ્વાન કરનાર સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓડિશામાં આવેલ કટક નગરમાં 23 જાન્યુઆરી વર્ષ 1897 માં થયો હતો. અભ્યાસમાં શરૂઆતથી જ તેઓ ખૂબ હોશિયાર હોવાને લીધે પિતાની ઇચ્છા પ્રમાણે તેઓ IPS બને તેમજ એ પ્રમાણે સુભાષચંદ્ર વર્માંષ 1920 માં ICSની પરીક્ષામાં ચોથા ક્રમે ઉત્તીર્ણ થયા હતાં.
તેમની શરૂઆતની ઇચ્છા તો સંન્યાસી થવાની હતી. જેથી તેઓ પોતાની પાસે જપમાળા તેમજ ગીતાની નકલ રાખતા હતાં. ભગવાનનું સતત સ્મરણ કરતા રહેતાં હતાં. આની સાથે જ સ્વામી વિવેકાનંદના વિચારોનો એમના પર ભારે પ્રભાવ રહેલો હતો. ઇતિહાસનો સંકેત કંઈક જુદો જ હશે એમ યુવાન સુભાષચંદ્રે દેશબંધુ ચિત્તરંજન દાસના નેતૃત્વ હેઠળ બંગાળના જાહેરજીવન દ્વારા કોલકત્તાના મેયર પદથી લઈને કોંગ્રેસ પ્રમુખપદ સુધી રાષ્ટ્રીય રાજકારણનું નેતૃત્વ કર્યું હતું.
આની સાથે જ પોતાના ક્રાંતિકારી વિચારોને પરિણામે નવી ચેતના પ્રગટાવીને ટૂંક સમયમાં જ ‘નેતાજી’નું બિરૂદ પ્રાપ્ત કર્યું હતું. સુભાષના મનમાં સ્વાતંત્ર સંગ્રામનો જે સંકલ્પ રહેલો હતો તેને સ્પષ્ટ શબ્દોમાં એમને વ્યક્ત પણ કરવામાં આવ્યો હતો. ‘બલિદાન અને સંઘર્ષ કેવળ સમજૂતી અને સમાધાન રૂપે પ્રાપ્ત કરેલ આઝાદી આપણા રાષ્ટ્રીય આત્મસન્માનની વિરૂદ્ધ ગણાશે.’
સુભાષના આ વિચારો એ સમયના રાષ્ટ્રીય આગેવાનો ખાસ કરીને ગાંધીજીને સ્વીકાર્ય ન હતા. આની પહેલાં પણ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગાંધીજીના નેતૃત્વનો સૂર્ય સમગ્ર દેશમાં તપી રહ્યો હતો ત્યારે ગાંધીજીથી પ્રેરિત ઉમેદવારોને હરિપુરા (સુરત) તથા ત્રિપુરા એમ બંને કોંગ્રેસ અધિવેશનોમાં પરાજિત કરીને કોંગ્રેસ પ્રમુખપદ પ્રાપ્ત થનાર સુભાષે દ્રોણાચાર્યને પરશુરામ હેરત પમાડે એ રીતે ગાંધીજીને પરચો કરાવ્યો હતો.
મુંબઈમાં આવેલ મલબાર હિલમાં કોંગ્રેસની વર્કિંગ કમિટી મળી હતી. જેમાં સુભાષબાબુને ભારે વિવાદ થયો હતો તેમજ એ વૈચારિક સંઘર્ષે કોંગ્રેસની સાથેનો નાતો તોડીને સુભાષ બહાર નીકળી ગયા હતાં. ભારતની આઝાદી માટે 8 વખત જેલવાસ ભોગવનાર સુભાષચંદ્ર પઠાણનો વેશ પલટો કરીને 15 જાન્યુઆરી વર્ષ 1941માં ભારત છોડીને ર્બિલન જઈને આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી હતી.
આની ઉપરાંત આઝાદ હિંદ રેડિયોની રચના કરીને તારીખ 6 જુલાઈ વર્ષ 1944 માં આઝાદ હિંદ રેડિયોના માધ્યમથી ગાંધીજીને ‘રાષ્ટ્રપિતા’ તરીકે સંબોધન કર્યું હતું. આની ઉપરાંત એક પત્ર ગાંધીજીને લખ્યો હતાં. આ પત્રના અંતિમ શબ્દો નીચે પ્રમાણે હતા…!
‘આપણા રાષ્ટ્રના હે પિતા ! હિંદની સ્વાધીનતાના આ પવિત્ર યુદ્ધમાં અમે આપના આશીર્વાદ અને આપની શુભેચ્છાઓ ચાહીએ છીએ !’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle