12 રૂપિયામાં ખરીદો 1 BHK ઘર, માત્ર કરવું પડશે આટલું કામ

Published on: 7:02 pm, Wed, 16 June 21

પોતાનું ઘર હોય તેવું દરેકનું સપનું હોય છે. કેટલાક લોકો એવા પણ હશે જે પોતાની આખી જીંદગીની કમાણી પોતાનું ઘર ખરીદવા માટે લગાવે છે છતાં ઘર ખરીદી શકતા નથી. એટલુ જ નહી પણ તે પોતાનું ઘરનું સપનું પૂણ કરી શકતા નથી. કહેવત પણ છે કે, દુનિયાનો છેડો એટલે ઘર. દુનિયામાં એક દેશ એવો પણ છે જ્યાં લોકોને પોતાનું ઘર ફક્ત 12 રૂપિયા માં મળે છે.

ક્રોએશિયાના એક શહેરમાં તમે ફક્ત 12 રૂપિયામાં ઘર ખરીદી શકો છો. ક્રોએશિયાના ઉત્તર વિસ્તાર સ્થિત લેગ્રાડ શહેરમાં તેમ ફક્ત 12 રૂપિયામાં ઘર ખરીદી શકો છો. ત્યાંના ચલણ પ્રમાણે તમે ફક્ત 16 સેન્ટમાં આખું 1BHK ઘર પોતાના નામે કરી શકો છો. આ કોઈ મજાક નથી. ત્યાંની સરકાર ઘર ખરીદવા માટે તમારી મદદ કરશે.

ક્રોએશિયાના આ શહેરમાં વર્ષો પહેલા ખૂબ વસ્તી હતી. જોકે, થોડાક સમય પછી કોઈ કારણે લોકો અહીંથી સ્થળાંતર કરવા લાગ્યા હતા. મુખ્ય શહેર સાથે કનેક્ટ ન હોવાને કારણે લોકોએ સ્થળાંતર શરૂ કર્યું હતું. જેના કારણે લોકો મુખ્ય શહેરમાં જઈને રહેવા લાગ્યા હતા. આ કારણે લેગ્રાડ ખાલી થવા લાગ્યા હતા. હવે આ શહેરને ફરીથી વસાવવા માટે સરકારે સસ્તા ઘરનો પ્લાન બનાવ્યો છે. સરકારની ઈચ્છા છે કે, લોકો ફરીથી લેગ્રાડમાં આવીને વસે.

લેગ્રાડ શહેરમાં કોઈ પણ વ્યક્તિ ઓછા ભાવે પ્રૉપર્ટી ખરીદી શકે છે. તમારે વધારે કંઈ નથી કરવાનું પરંતુ ક્રોએશિયા સરકારની એક શરત માનવાની છે. સરકારની શરત એ છે કે તમારે ઓછામાં ઓછા 15 વર્ષ સુધી અહીં રહેવું પડશે તેવું એક એગ્રીમેન્ટ પર વ્યક્તિએ હસ્તાક્ષર કરવા પડશે. ઘર ખરીદીને તેને ખાલી નહીં છોડી શકાય. ત્યાં રહેવું જરૂરી છે. આ શરત માનવા તૈયાર હોય તે વ્યક્તિ જ અહીં ઘર ખરીદી શકશે.

શહેરના મેયરે જણાવ્યું કે, અહીં ફક્ત 19 ઘર વેચાણ માટે હતા. જેમાંથી 17 ઘરનું વેચાણ થઈ ગયું છે. હવે બે જ ઘર બાકી રહ્યા છે. જો તમે આ ઘર ખરીદવા માટે તૈયાર છો તો ક્રોએશિયામાં 15 વર્ષ રોકોવા માટે તૈયાર થઈ જાઓ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.