વ્યવસાયમાં સફળતાના શિખર સુધી પહોંચવા માટે ખાસ કરો આટલી બાબતોનું પાલન- જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર

સોશિયલ મીડિયા પર અવારનવાર વાસ્તુ શાસ્ત્રમાં કરવામાં આવેલ ઉલ્લેખને લઈ જાણકારી સામે આવતી હોય છે ત્યારે હાલમાં આવી જ એક જાણકારી સામે આવી છે. તમામ વ્યક્તિ પોતાનાં કરિયરમાં સફળતા પ્રાપ્ત કરવાં માટે તેમજ ઘરની સુખ શાંતિ માટે અથવા તો સંપત્તિ મેળવવા માટે કોઇને કોઇ વિદ્યાની મદદ લેતો હોય છે.

ખાસ કરીને ઘર અથવા તો ઓફીસમાં શું કરવાથી લાભ થશે તેની તપાસ માનવી હરહંમેશ કરતો રહેતો હોય છે. આજે અમારે તમને વાસ્તુ શાસ્ત્રની વાત જણાવવી છે. આમ તો આ વિષય નવો નથી પણ કદાચ આ લેખ તમારાં જીવનમાં ઉમંગ તથા પ્રકાશ ફેલાવી શકે છે.

વાસ્તુ શાસ્ત્ર એક એવી વિદ્યા છે કે, જેમાં જયોતિષનો સંબંધ પણ જોવા મળે છે. તમામ લોકોની માટે દિશાઓ શુભદાયી હોય શકે એવું બનતું નથી. કોઇકની માટે કોઇક દિશા ફાયદાકારક હોય તો એ જ દિશા અન્ય કોઈ માટે નુકશાનદાયક હોઈ શકે છે.

આવા સમયમાં જયોતિષ તથા વાસ્તુ શાસ્ત્રના મત પ્રમાણે સાચી દિશા નિર્ધારિત કરીને કરિયર તથા પૈસાની બાબતે લાભ મળી શકે તે જાણીએ. તમે કોઇપણ નવા કાર્યની શરૂઆત કરવા માટે જાઓ તો ઉત્તર દિશા તરફ મોં રાખવું જોઈએ. ઉત્તર દિશાને સફળતાની દિશા માનવામાં આવે છે.

જયારે તમે ઘરમાં પૂજા કરતા હો ત્યારે દિશાનો એક પ્રભાવ રહેલો હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ઘરમાં પૂજા કરતી વખતે પૂજા કરનાર વ્યક્તિએ પશ્ચિમ દિશા તરફ મોં રાખવું જોઇએ. જો આ સંભવ ન હોય તો પૂર્વ દિશા તરફ પણ મોં રાખીને પૂજા કરી શકો છો. 

ઘરના રસોડામાં જો તમે રસોઇ બનાવતા હો તો તમારું મોઢું પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ હોય તો તેને શુભ માનવામાં આવે છે. જમવા માટે પણ વાસ્તુ શાસ્ત્રમાં દિશાનું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. જો તમે સાચી દિશા તરફ બેસીને ભોજન કરતાં હો તો ઉર્જાનો સંચાર થતો હોય છે. ભોજન કરતી વખતે પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મોં રાખવું જોઈએ. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *