ગુજરાતમાં ફરી જામશે ઠંડી, તો જાણો ક્યાં વિસ્તારમાં ખાબકશે વરસાદ- હવામાન વિભાગે કરી મોટી આગાહી

ગુજરાત(Gujarat): રાજ્યમાં હાલ ગરમી અને ઠંડીનો એક સાથે અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા ઠંડીને લઈને વધુ એક આગાહી(Forecast) કરવામાં આવી છે…

ગુજરાત(Gujarat): રાજ્યમાં હાલ ગરમી અને ઠંડીનો એક સાથે અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા ઠંડીને લઈને વધુ એક આગાહી(Forecast) કરવામાં આવી છે કે રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળશે. ગુજરાતમાં ફરી ઠંડી વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજથી રાજ્યમાં ઠંડીમાં વધારો થઇ શકે છે અને આજથી ફરી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. સાથે જ દરિયાકાંઠા વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. દરિયાકાંઠા વિસ્તારમાં 40 થી 60 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાવાની આગાહીને લઈને માછીમારોને સાવચેત કરી દેવામાં આવ્યા છે અને તેમને દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે અને શિયાળાની ઋતુ હવે ધીમે ધીમે પૂરી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ફેબ્રુઆરી મહિનામાં જ મહત્તમ તાપમાન 30 ડિગ્રીની નજીક પહોંચી રહ્યું છે. બીજી બાજુ વેટ્સર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમાલયના પ્રદેશમાં હિમવર્ષા અને વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે પહાડી રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 24 કલાક દરમિયાન જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, લદ્દાખના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. બીજી બાજુ હિમાચલ પ્રદેશમાં વરસાદ બાદ આગામી ચાર દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેશે તેવું પણ હવામાન વિભાગનું કહેવું છે.

મહત્વનું છે કે, ગુજરાતમાં આ મહિનાના અંત સુધીમાં ઠંડીના વધતા-ઓછા ચમકારા અનુભવાશે તેવી આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા પણ કરવામાં આવી છે. કેટલાક હવામાન નિષ્ણાતોએ તો ઠંડીના નવા રાઉન્ડ ઉપરાંત અલગ અલગ વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે તેવી શક્યતાઓ દર્શાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *