ગુજરાતમાં આ તારીખથી પડશે ધોધમાર ગાજવીજ સાથેનો વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Gujarat Rain: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મળતી દેખાઇ રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે એ અંગેની આગાહી(Gujarat Rain) કરતા જણાવ્યું કે આગામી અઠવાડિયાનું હવામાન કેવું રહેશે.

હવામાન વિભાગે જાહેર કરેલા વેધર ફોરકાસ્ટમાં કયા કયા વિસ્તારોમાં અને કઇ તારીખે ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે તે જોઇએ. આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે જયારે કેટલાક વિસ્તારોમાં વાતાવરણ શુષ્ક રહેશે.

રાજ્યમાં છૂટાછવાયો વરસાદ જોવા મળશે
હવામાન વિભાગે સાત દિવસના ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાઓ અને દીવ, દમણ,દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. ગુજરાત પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં જેમા મુખ્યત્વે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયો વરસાદ જોવા મળશે.

જ્યારે પ્રદેશના બાકીના જિલ્લાઓ અને દીવમાં શુષ્ક હવામાનની સંભાવના છે. ગુજરાતમાં 9 જુને અરવલ્લી, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રમાં ગીરસોમનાથ અને દીવમાં છૂટોછવાયો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પ્રદેશના બાકીના જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે.

11 જુનના દિવસે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાથે જ પંચમહાલ, દાહોદ અને મહિસાગર સહિત છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.