Monsoon Forecast: રાજ્યના હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ જણાવ્યું છે કે રાજ્યમાં વિધિવત રીતે ક્યારે ચોમાસાની શરુઆત થશે. રાજ્યમાં 15 જૂનથી ચોમાસુ બેસશે.આ વર્ષે બે દિવસ વહેલા ચોમાસુ શરૂ થશે. હવામાન વિભાગ(Monsoon Forecast) દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. જો કે 15 જૂન સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ જોવા મળશે.
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 15 જૂનથી ચોમાસુ બેસશે. આ વર્ષે બે દિવસ વહેલા ચોમાસુ શરૂ થશે. બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં સત્તાવાર ચોમાસુ બેસશ. હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે.
વરસાદ સાથે ભારે પવન ફૂકાવાની શક્યતા છે
અમદાવાદ અને ગાંધીનગરમાં છુટાછવાયા વરસાદની આગાહી કરાઇ છે. જેમાં સાયક્લોનીક સરક્યુલેશન સક્રિય થતાં રાજ્યમાં વરસાદની આગાહી કરાઇ છે. વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી મુજબ, અમદાવાદ, ગાંધીનગર, મેહસાણા, મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વલસાડ, નવસારી, તાપી સહિત મધ્યમ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને આણંદ, સાબરકાંઠા, ખેડા, બોટાદ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ સાથે ભારે પવન ફૂકાવાની શક્યતા છે.
જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી
વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી તેમજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 24 કલાકમાં ચોમાસું દસ્તક દેશે. તેમાં દક્ષિણ ગુજરાતથી ગાજવીજ સાથે ચોમાસાની શરૂઆત થશે. તેમજ આજે સાબરકાંઠા ,અરવલ્લી, પંચમહાલ, દાહોદ , મહીસાગર , વડોદરા , છોટાઉદેપુર , નર્મદા ,ભરૂચ , સુરત ,ડાંગ , નવસારી , વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે.
અમરેલી જિલ્લામાં વાવણીનું થયું શુભ મુરત
હવામાન વિભાગે અગાઉ સાત દિવસ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી હતી, જેમાં 10 અને 11 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે, સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડવાની સંભાવના રહેલી છે. આગામી 36 કલાકમાં ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું દસ્તક દેશે, જેને પગલે આ વર્ષે ભીમ અગિયારસે વાવણીનું મુહૂર્ત સચવાય એવી શક્યતા છે. જોકે, અમરેલીમાં વાવણીલાયક વરસાદ થતાં આજે સવારથી જ ખેડૂતોએ બળદ જોતરી વાવણીનાં શ્રીગણેશ કર્યાં છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App