સૌથી મોટા સમાચાર: કાશ્મીરમાં 39 જવાનોથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી- સાતથી વધુ જવાનો શહીદ ‘ઓમ શાંતિ’

જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)ના પહેલગામ(Pahalgam)માં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં ITBPના જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી છે. આ બસમાં કુલ 39 જવાન હતા. આમાં 37 જવાન ITBPના અને 2 જવાન જમ્મુ-કાશ્મીર પોલીસના હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, બ્રેક ફેલ થવાના કારણે આ અકસ્માત થયો હતો. જવાનો ચંદનવાડીથી પહેલગામ તરફ જઈ રહ્યા હતા. આ મામલામાં ઘણા જવાનોના મોતની આશંકા છે. આ જવાનો અમરનાથ યાત્રા દરમિયાન તૈનાત હતા. તેમાં 7થી વધારે જવાનો શહીદ થયા હોવાની આશંકા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના બ્રેક ફેલ થવાના કારણે થઈ છે. જ્યારે અનેક જવાનો ઘાયલ થયા છે. તેમને એરલિફ્ટ કરીને શ્રીનગર આર્મી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. હાલમ તો બચાવ કામગીરી ચાલુ છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

પહેલગામથી ચંદનવાડી 16 કિમી દૂર છે. હાલમાં જ અમરનાથ યાત્રાનું સમાપન થયું છે. આવી સ્થિતિમાં, આ યાત્રામાં તૈનાત સુરક્ષા દળો પોતપોતાના યુનિટમાં પરત ફરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સૈનિકો પણ પોતાની ફરજ બજાવીને પરત ફરી રહ્યા હતા. ત્યારે બ્રેક ફેલ થતાં બસ ખીણમાં પડી હતી. બસ નદી કિનારે ઘણી નીચે ખીણમાં પડી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમાં ઘણું નુકસાન થવાની આશંકા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે જે બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ તેની પાછળ ITBPની અન્ય બસ હતી. તેમાં કમાન્ડો હતા. આગળની બસ અથડાતાં જ બીજી બસમાં બેઠેલા કમાન્ડો નીચે ઉતરી ગયા અને તરત જ બચાવ કામગીરી શરૂ કરી દીધી.

જણાવવામાં આવી રહ્યું છે કે જે સૈનિકોને સામાન્ય ઈજા થઈ છે તેમને સારવાર માટે પહેલગામ મોકલવામાં આવ્યા છે. સાથે જ ગંભીર ઈજાગ્રસ્તોને એરલિફ્ટ કરીને શ્રીનગર મોકલવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ITBP આ અકસ્માતની તપાસના આદેશ આપી શકે છે. આ મામલામાં કોઈ આતંકવાદી ષડયંત્ર છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *