15000 ફૂટની ઉંચાઈએ દેશના જવાનોએ માઈનસ ડીગ્રી તાપમાનમાં એવું કરતબ કરી બતાવ્યું કે… – વિડીયો જોઇને છાતી ગદગદ ફૂલી જશે

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ(International Yoga Day) પહેલા ઉત્તરાખંડ(Uttarakhand)માં હિમવીરને 15 હજાર ફૂટની ઉંચાઈએ યોગાસન કરતા જોવા મળ્યા હતા. યોગા પ્રેક્ટિસ કરતા હિમવીરનો એક વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થઈ રહ્યો છે. દર વર્ષે 21મી જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સમગ્ર દેશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. ITBPના જવાનો(Going to ITBP) પણ આ માટે તૈયારી કરી રહ્યા છે.

ઉત્તરાખંડના ઊંચા હિમાલય વિસ્તારમાં 15 હજાર ફૂટથી વધુ ઉંચાઈ પર ઈન્ડો-તિબેટ સરહદ પર શૂન્યથી નીચેના તાપમાનમાં પણ આઈટીબીપીના જવાનો સરહદની સુરક્ષામાં તૈનાત છે. આ દિવસોમાં તેઓ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારી કરી રહ્યા છે. ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) હિમવીરોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા આયોજિત યોગ સત્રમાં ભાગ લીધો હતો.

ITBPએ જણાવ્યું કે, આ તૈયારી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા કરવામાં આવી રહી છે. હિમવીરોએ યોગ સેશનમાં ભાગ લીધો હતો. આયુષ મંત્રાલય દ્વારા 7મી એપ્રિલે લાલ કિલ્લા પર આયોજિત ‘યોગ ઉત્સવ’ની ઉજવણી સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીઓ પણ તેજ થશે. દર વર્ષે 22મી જૂને ઉજવાતા યોગ ઉત્સવને લઈને હિમવીરોનો ઉત્સાહ પણ વધારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *