COVID-19થી બચવા માટે માસ્ક પહેરવું જરૂરી છે, તે સમયે ફેશનેબલ લોકો બજારમાં ઉપલબ્ધ અલગ અલગ ફેશનનાં માસ્ક પહેરે છે. બજારમાં એન-95 માસ્ક, ત્રિપલ લેયર માસ્ક, કોટન માસ્ક, પેઈન્ટેડ માસ્ક સાથેની અલગ અલગ ડિઝાઈન ઉલબ્ધ છે. કોલકાતાની જાદવપુર યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓએ પણ માસ્કની વધતી માંગને પગલે પોતાનું નવું સાહસ રજૂ કરવામાં આવ્યું છે. આ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓએ ઈલેક્ટ્રોનિક માસ્ક તૈયાર કર્યું છે તેમજ જે પણ શખ્સે આ માસ્ક પહેર્યું હશે તે પાસે રહેલાં કોરોના વાયરસને માસ્ક નષ્ટ કરી શકે છે.
જાદવુપ યુનિવર્સિટીનાં ઈનસ્ટ્રુમેન્ટેશન વિદ્યાર્થિઓએ આ ઈલેક્ટ્રોનિક માસ્કની ડિઝાઈન તૈયાર કરી છે તેમજ માસ્કનું ઉત્પાદન પણ તૈયારીનાં તબક્કામાં જ છે. જો કે આ માસ્કને સરકાર તરફથી મંજૂરી મળે એ પછી તેનું ઉત્પાદન ચાલુ થશે તેમ યુનિ.નાં એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું.
ઈલેક્ટ્રોનિક માસ્ક પ્રોજેક્ટની સાથે સંકળાયેલાં એક અધિકારીનાં મતે મુજબ, જે પણ વ્યક્તિ આ માસ્ક પહેરશે તેની પાસે જો વાયરસ હશે તો ઈલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ તેનો નાશ કરશે. સાર્સ-2નો પણ નાશ આ માસ્ક કરી શકશે. જેના લીધે આ માસ્ક પહેરવું સુરક્ષિત રહેશે તેમજ તેનાંથી કોરોના સંક્રમણથી બચી શકાશે.
માસ્ક સેલ્ફ-ચાર્જેબલ હશે
યુનિવર્સીટીનાં વિદ્યાર્થીઓએ તૈયાર કરેલું આ માસ્ક સેલ્ફ ચાર્જેબલ હશે. અધિકારીનાં મત મુજબ ઈલેક્ટ્રોનિક માસ્ક અત્યારના થ્રી લેયર માસ્કથો ખુબ જ અસરકારક પણ સાબિત થશે. આ ઈલેક્ટ્રોનિક માસ્કની ડિઝાઈન તૈયાર છે પણ ICMR સહિતની સંસ્થાની મંજૂરી માટે પ્રોટોટાઈપ તૈયાર કરવું પડે તેમ છે. આવશ્યક નિયમન મંજૂરીઓને આધિન અમે આ ઈલેક્ટ્રોનિક માસ્કનાં વ્યવસાયિક ઉત્પાદન વિશે બીજા મેડિકલ ઉત્પાદકોનો સંપર્ક કરી શકીએ, તેમ યુનિવર્સીટીનાં પ્રો. વાઈસ ચાન્સેલર ચિરંજીવ ભટ્ટાચાર્યએ કહ્યું હતું. એક વાર નિયમન મંજૂરી મળે એ પછી માસ્કની કિંમત અને બીજી બાબતો નક્કી થઈ શકશે તેમ તેઓએ જણાવતા કહ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle