પૂર્વ મેયર વિરુદ્ધ આક્ષેપો કરીને વરાછાની પાટીદાર યુવતીએ કર્યો આપઘાતનો પ્રયાસ- જુઓ લાઈવ દ્રશ્યો

સુરતના ભૂતપૂર્વ મેયર અને ધારૂકા કોલેજના ટ્રસ્ટી ડો. કનુ માવાણીએ યુવતી સાથે અક્ષોભનીય વર્તન કરતા મહિલાએ સોશીયલ મિડીયા પર વિડીયો વાઇરલ કરી હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ દોડતી થઇ ગઇ છે. વરાછા વિસ્તારની ધારૂકાવાલા કોલેજમાં પ્રવેશની ભલામણ કરવા જનાર મહિલા સાથે કોલેજના ટ્રસ્ટી એવા શહેરના માજી મેયર પર આક્ષેપ સાથેનો વિડીયો અને આપઘાતના પ્રયાસના વિડીયો વાઈરલ થતા ચકચાર મચી ગઈ છે. આ યુવતી ગરીબ બાળકોને વરાછાની ચોપાટી માં ફ્રી શિક્ષણ આપી રહી છે.

સુરતના વરાછા વિસ્તારના શક્તિ વિજય સોસાયટી વિસ્તારમાં રહેતી જાગૃતિ અક્બરીની નામની પાટીદાર ડિવોર્સી મહિલાનો એક વિડીયો આજે સોશીયલ મિડીયામાં વાઇરલ થયો છે. વિડીયોમાં આ મહિલાએ પોતાની ઓળખ હુ જાગૃતિ અક્બરી કનુભાઇ માવાણીના પ્રેશરથી આત્મહત્યા કરું છે એ માણસ આટલી મોટી પોસ્ટ પર બેઠો છે અને એક દીકરી સાથે કેમ વાત કરવી તેનું ભાન નથી. કાપોદ્રા પોલીસ મથકમાં જે શબ્દો મને કીધા હતા તેના સાક્ષી ખુદ પોલીસ ઇન્સ્પેક્ટર છે.

વધુમાં આ યુવતીએ આક્ષેપ કર્યા કે, એમની પાસે રૂપિયા છે ગમે ત્યાં મરાવી નાંખશેમારા મા-બાપને પણ ડરાવવામાં આવ્યા છે. જો સમાજના મોભેદાર વ્યક્તિ આવું જ વર્તન કરશે તો સમાજની દિકરી કેવી રીતે જીવશે. કનુભાઇએ મને કેવા-કેવા શબ્દો કીધા છે તે મારી મરૃન કલરની નોટબુકમાં તારીખ સાથે લખ્યું છે. એડમીશનની રજુઆત લઇને ગયા હતા હું કંઇ ભીખ માંગવા ન્હોતી ગઇ. હું સમાજને કંઇક સારુ આપવા માગું છું. કનુભાઇ માવાણીએ એવા-એવા શબ્દો કહ્યા હતા અને તેનો જવાબ હું આપી શકતે પરંતુ મારા મા-બાપના સંસ્કાર એવા ન્હોતા એટલા જવાબ આપ્યો ન્હોતો.

આ અંગે જેમની વિરુદ્ધ આક્ષેપ થયા છે તેવા કનુભાઈ માવાણી એ એક ખાનગી અખબારને આપેલ ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, 5 દિવસ પહેલા કાપોદ્રા પીઆઈનો ફોન આવતા હું અને કોલેજના આચાર્ય પોલીસ સ્ટેશન આવ્યા હતા. ત્યારે તે યુવતીની સાથે અન્ય એક યુવતી હતી. જેની હાજરી ઓછી હોવા અને ફી ભરી ન હોવાને કારણે પરીક્ષામાં બેસવા દેવાઈ ન હતી. મેં ફી માફીનું પણ કહ્યું. હું આ બેનને ઓળખતો પણ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *