તારીખ 1, નવેમ્બરથી સમગ્ર જગતમાં ટ્રાફિકના દંડનો કાયદો ચાલુ થઇ ગયો છે. સાથે સાથે લોકો ખુબ હેરાન થઇ ગયા છે આ મોટા મોટા દંડ થી. લોકો અવારનવાર પોલીસથી બચવાના ઉપાય આજ્માંવતા હોય છે, પણ તેમ છતાં આટલા બધા દંડથી દરેક લોકો પરેશાન છે.
હાલનાં સમયમાં દુનિયા સામે ટ્રાફિક જામ સમસ્યા એક ખુબ મોટી સમસ્યા બની ગઈ છે. ભયંકર ટ્રાફિકથી બચવા લોકો ઘરેથી વહેલા નીકળે છે, જેથી તેઓ સમયસર ઓફિસે અથવા પોત-પોતાના સ્થાને પહોંચી શકે. દરેક દેશ આ સમસ્યાનો સામનો કરવા માટેના રસ્તાઓની શોધે છે, ઘણાએ એવો દાવો પણ કર્યો છે કે તેઓ ભવિષ્યમાં ફ્લાઇંગ ટેક્સી પણ ચલાવશે, પરંતુ શું તમે જાણો છો કે ઇન્ડોનેશિયન વ્યક્તિએ ટ્રાફિકને ટાળવા જોરદાર આઈડિયા લગાવ્યો છે.
આ વ્યક્તિએ ટ્રાફિકથી બચવા માટે પોતાનું હેલિકોપ્ટર બનાવી નાખ્યું છે. સાથે સાથે તે આ આવિષ્કાર દ્વારા જાકાર્તા (ઇન્ડોનેશિયાની રાજધાની) માં આવેલા ભારે ટ્રાફિક જામથી પોતાને બચાવવા માંગે છે. આ વ્યક્તિનું નામ જુનેદ છે અને તે જકાર્તાના સુકાબૂમીનો વતની છે અને ત્યાં ઓટો વર્કશોપમાં કામ કરે છે.
તેને તેની દુકાનની સામે ભારે ટ્રાફિક જામ જોઇને આ વિચાર આવ્યો. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે જો ભગવાનની ઈચ્છા હશે તો હું આ વર્ષના અંતમાં અથવા 2020 ની શરૂઆતમાં તેને ઉડાવીશ. મારે તેને બનાવવા માટે જે હિસ્સાની જરૂર છે તેને મેળવવા માટે સમય લાગી રહ્યો છે.
જાણકારી માટે તમને કહી દઈએ કે, જુનેદ જે દુકાનમાં કામ કરે છે તેજ દુકાનનાં ભંગારનાં સામાનને એકત્ર કરીને 8 મીટર લાંબુ હેલિકોપ્ટર બનાવવાની યોજના બનાવી છે, જેની ઉપર તે છેલ્લાં એક વર્ષથી કામ કરી રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે આ પ્રોજેક્ટ પર 2 હજાર 138 ડોલર (લગભગ 1,53,000 રૂપિયા) ખર્ચ કર્યા છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે જુનેદે હેલિકોપ્ટર બનાવવા માટે કોઈ જગ્યાએથી તાલીમ લીધી નથી. તેને તેના સ્કૂલના શિક્ષણ, યુટ્યુબ અને ઓટો રિપેર શોપના અનુભવ પર વિશ્વાસ હતો. તેને આશા છે કે તે હેલિકોપ્ટર પૂર્ણ કરતા પહેલા કેટલાક વિમાન નિષ્ણાતોની સલાહ લેશે. તેને લાગે છે કે તેની શોધ જકાર્તામાં પરિવહનનું સાધન બની જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.