ગુજરાતમાં અહીં બિરાજમાન છે જલેબી હનુમાન; જાણો આ ચમત્કારી મંદિરનો પૌરાણિક ઇતિહાસ

Jalebi Hanuman Mandir: સુરત જિલ્લાના માંગરોળ ગામની સીમમાં આવેલ સુપ્રસિદ્ધ જલેબીવાળા હનુમાન દાદાના મંદિરે દર શનિવારે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.અહીં ભક્તો દાદાને જલેબીનો…

Jalebi Hanuman Mandir: સુરત જિલ્લાના માંગરોળ ગામની સીમમાં આવેલ સુપ્રસિદ્ધ જલેબીવાળા હનુમાન દાદાના મંદિરે દર શનિવારે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.અહીં ભક્તો દાદાને જલેબીનો પ્રસાદ ધરાવી પોતાની મનોકામના માંગતા હોય છે, જે જલેબીવાળા(Jalebi Hanuman Mandir) હનુમાન દાદા પૂર્ણ કરતાં હોવાની માન્યતા રહેલી છે.અહીં દક્ષિણામુખી હનુમાનજી બિરાજમાન છે. મંદિરની છત નથી. હનુમાનજી બિલી અને લીમડાના છાયડામાં બિરાજમાન છે.

માંગરોળ ગામે પાઠક પરિવારના ખેતરમાં હનુમાન મંદિર જલેબી હનુમાનજી તરીકે પ્રસિદ્ધ છે. હનુમાનજી મંદિર અહીં સ્વયંભૂ હોવાનું ભક્તો જણાવી રહ્યાં છે. મંદિરની છત હનુમાનજી બિલી અને લીમડાના છાયામાં બિરાજમાન છે. મંદિરના સંચાલકો દ્વારા અનેકવાર મંદિરની છત બનાવવાની કોશિશ કરી હતી. પરંતુ છત રહેતી નથી. આ અંગે મંદિરના સંચાલકએ જણાવ્યું હતું કે આપણા જીવનમાં અનેક ગૂંચ આવતી હોય છે જે ગૂંચ જલેબી સમાન છે. જે ગૂચનો ઉકેલ હનુમાનજી સિવાય અન્ય કોઈ ઉકેલી શકે તેમ નથી.

સ્વંય હનુમાનજી પ્રગટ થયા હતા
જલેબી હનુમાન દાદાના દર્શન અને પોતાની મનોકામના પૂર્ણ કરવા દૂર દૂરથી લોકો અહી આવે છે. આ મંદિર ઐતિહાસિક મહત્વ ધરાવે છે, જેથી જલેબીવાળા હનુમાન દાદાનું મંદિર ખૂબ પ્રસિદ્ધ મંદિર છે. ગાયકવાડ શાસનમાં માંગરોળ ગામને વાંધરી-માંગરોળથી ઓળખાતું હતું. જેથી ગામ ખૂબ પ્રખ્યાત હતું. જે ગામ હાલ મોટા મિયા માંગરોળ તરીકે ઓળખાય છે. પરંતુ હવે જલેબી હનુમાન તરીકે પણ આ ગામને લોકો ઓળખાવા લાગ્યા છે. કહેવાય છે કે, માંગરોળ ખાતે રહેતા હિરેન પાઠક જેમના પૂર્વજોના નાની પારડી ગામમાં પોતાના ખેતરમાં સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ હતી. અને પૂર્વજોને સપનામાં આવ્યું હતું કે, હું અહીં વસવાટ કરું છું, અને મને અહીંથી લઈ જઈ અન્ય કોઈ જગ્યાએ મારી સ્થાપના કરો. પરંતુ સ્થાપના ગામમાં નહીં કરતા જેથી હનુમાન દાદાને ખેતરમાંથી લાવી માંગરોળ ગામની સીમમાં સ્થાપના કરવામાં આવી હતી.

ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે
મંદિરે હનુમાનજી જાગૃત સ્વરૂપે ઉપસ્થિત છે. મંદિરે આવતાં ભક્તો પોતાની સમસ્યા હલ કરવા હનુમાજીને પ્રાર્થના કરે છે અને પ્રસાદી રૂપે જલેબી ચઢાવી છે. વિદેશ જવા માંગતા હોય તેવા ભક્તો કે જેમને સંતાન સુખ ન મળતું હોય તેવા ભક્તો મોટી સંખ્યામાં આવી હનુમાનજીની માનતા રાખે છે, પ્રસાદી રૂપે જલેબી ચઢાવે છે. અહીના હનુમાજીના વિઝાના હનુમાજી તરીકે પણ ઓળખાય છે. દર શનિવારે અંદાજિત 1000થી 1500 ભક્તો મહાપ્રસાદીનો લાભ લે છે.

ગત વર્ષે છાપરા મૂકતા વગર પવને જ ઉડી ગયા હતા
જલેબી હનુમાની મંદિરની છત બનાવવા માટે 15થી વધુ વખત કોશિશ કરી છે. છતાં મંદિરની છત બની નથી. કોઈને કોઈ કારણ સર છત પડી જાય છે. ગત વર્ષે છત બનાવવા પતરા લાવી છત બનાવવાની કોશિશ કરી હતી, પરંતુ પતરા 100થી 200 ફૂટ દૂર ઉડી ગયા હતાં. જોકે, તે સમયે પવન પણ ન હોવાનું મંદિરના સંચાલકોએ જણાવ્યું હતુ. મંદિર પરિસરમાં ભોજનાલય, પાર્કિંગ સહિતની તમામ સુવિધાઓ છે અને તેના મકાન પર છત છે માત્ર મંદિર પર જ છત નથી.

ભક્તો જલેબીનો પ્રસાદ લાવે છે
દૂરદૂરથી ભાવિકભક્તો મંદિરે આવી જલેબીનો પ્રસાદ ધરાવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે ભક્તો શ્રદ્ધાપૂર્વક ત્રણ પાંચ કે અગિયાર શનિવારની માનતા રાખે છે અને માનતા પૂર્ણ થવાની ભાવિકોમાં અતૂટ માન્યતા છે. રાજ્ય અને રાજ્ય બહારથી પણ ભક્તો હનુમાનજીના દર્શન કરવા મંદિરે આવે છે. જલેબી હનુમાનદાદા પર ભાવિકોને અતૂટ શ્રદ્ધા છે ઘણા ભાવિક વિદેશ જવાના વિઝા માટે પાસપોર્ટ લઈને દાદાના દર્શન કરવા આવે છે અને પાસપોર્ટ દાદાને ટચ કરી વિઝાની માટે એપ્લાય કરતા વિઝા મળી જવાની પણ અતૂટ માન્યતા છે. જેમને સંતાન પ્રાપ્તિનુ સુખ ના હોય તેવા ઘણા દંપતિ પણ દાદાની માનતા રાખતા હોય છે અને દાદા તેમની મનોકામના પૂર્ણ કરે છે. લોકોને જલેબી હનુમાનદાદા પર ખૂબ જ શ્રદ્ધા છે