કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષાદળોની કાર્યવાહી ચાલી રહી છે. મળતી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. મોટી કાર્યવાહી કરતા સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો છે. જ્યારે 2 થી 3 આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે. સુરક્ષા દળોએ વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધો છે.
શોપિયાના જૈનપોરા વિસ્તારમાં થઈ રહ્યું છે એન્કાઉન્ટર
કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર, શોપિયનના ઝૈનાપોરા વિસ્તારમાં પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમ આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર કરી રહી છે. આતંકવાદીઓ પર ગોળીબાર શરૂ કરતા પહેલા સુરક્ષા દળોએ તેમને શસ્ત્રો નીચે મૂકવાની ઘણી તકો આપી હતી. એક આતંકવાદી માર્યા ગયા બાદ પણ સુરક્ષાકર્મીઓ વિસ્તારમાં છુપાયેલા અન્ય આતંકવાદીઓને આત્મસમર્પણ કરવા માટે કહી રહ્યા છે, પરંતુ હાલમાં ઓપરેશન ચાલુ છે.
#UPDATE Shopian Encounter | 1 terrorist killed. Search going on. Further details shall follow: Kashmir Zone Police#JammuAndKashmir
— ANI (@ANI) February 19, 2022
સુરક્ષા દળોએ એક આતંકીને કર્યો ઠાર
પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, જૈનપોરાના ચેરમાર્ગમાં આતંકવાદીઓની નજર પડતાની સાથે જ SOG, આર્મી અને CRPFની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સુરક્ષા દળોની ટીમ સંદિગ્ધ સ્થળની નજીક પહોંચી ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો. આ પછી, જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો.
Jammu & Kashmir | One terrorist killed in an encounter at Chermarg, Zainapora area of Shopian. Police and security forces are carrying out the operation.
(Visuals deferred by unspecified time) pic.twitter.com/SxnXg2ccFo
— ANI (@ANI) February 19, 2022
ઘણા આતંકવાદીઓ ભારતમાં ઘૂસવાનો કરી રહ્યા છે પ્રયાસ
અહેવાલો અનુસાર, લગભગ 130 આતંકવાદીઓ પીઓકેના લોન્ચ પેડથી ભારતમાં ઘૂસવાનું કાવતરું ઘડી રહ્યા છે. આ આતંકીઓને પાકિસ્તાન આર્મી અને ISIની મદદ છે. પરંતુ એલઓસી પર ભારતીય સુરક્ષા દળો ઘૂસણખોરીના દરેક ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં સક્ષમ છે. ઉરીમાં એલઓસી પર દુશ્મનોના દરેક કાવતરાનો જડબાતોડ જવાબ આપવા માટે સેનાએ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. સેના પોતાના આધુનિક હથિયારોથી દુશ્મન દેશની હિલચાલ પર નજર રાખી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.