દુર્ઘટના: વિધાર્થીઓને લઈને જઈ રહેલી બસ ખીણમાં ખાબકી- 8 વિધાર્થીઓ…

જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)માં શનિવારે એટલે કે આજરોજ સવારે એક મોટી (Accident)ના સર્જાય હતી. અહીં ઉધમપુર(Udhampur)માં એક મિની બસ ખીણમાં પડી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માતમાં…

જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)માં શનિવારે એટલે કે આજરોજ સવારે એક મોટી (Accident)ના સર્જાય હતી. અહીં ઉધમપુર(Udhampur)માં એક મિની બસ ખીણમાં પડી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માતમાં 8 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઘાયલ થયેલા તમામ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે ચકચાર મચી ગઈ હતી.

અકસ્માતની જાણ પોલીસને થતાં દોડી આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલ વિદ્યાર્થીઓને હોસ્પિટલ લઈ ગઈ. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિના અહેવાલ નથી. હાલ અકસ્માતમાં 8 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાનું કહેવાય છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માત ઉધમપુર જિલ્લાના મસોરા પાસે થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, બસમાં 8 વિદ્યાર્થીઓ સવાર હતા. બસ બર્મિન ગામથી ઉધમપુર જઈ રહી હતી. રોડ પરથી લપસી ગયો અને ખાડામાં પડ્યો. તમામ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અકસ્માતમાં મોટી જાનહાની નહોતી થઇ જેને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, હાલમાં તો આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *