BIG BREAKING: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા- લશ્કરના એક આતંકીનું ઢીમ ઢાળી દીધું

Jammu Kashmir Encounter: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સેના અને પોલીસને મોટી સફળતા મળી છે. અહીં ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ વચ્ચેના સંયુક્ત ઓપરેશનમાં લશ્કર/ટીઆરએફનો એક આતંકવાદી માર્યો(Jammu…

Jammu Kashmir Encounter: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સેના અને પોલીસને મોટી સફળતા મળી છે. અહીં ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ વચ્ચેના સંયુક્ત ઓપરેશનમાં લશ્કર/ટીઆરએફનો એક આતંકવાદી માર્યો(Jammu Kashmir Encounter) ગયો છે. સેના અને પોલીસે 30 નવેમ્બર-01 ડિસેમ્બરની મધ્યરાત્રિએ પુલવામાના અરિહાલમાં આ ઓપરેશન હાથ ધર્યું હતું. સેના અને પોલીસે ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે આ ઓપરેશન હાથ ધર્યું છે. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ પિંજુરા શોપિયાંના અયુબ અલી તરીકે થઈ છે.

પુલવામાના અરિહાલ જંગલમાં થયું એન્કાઉન્ટર
30 નવેમ્બર અને 1 ડિસેમ્બરની વચ્ચેની રાત્રે પુલવામાના અરિહાલ જંગલમાં આતંકવાદી ગતિવિધિઓની માહિતી મળી હતી. આ પછી ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું. સેનાને ગુપ્ત માહિતી મળ્યા બાદ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેના જવાબમાં આતંકીઓ તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ ભારતીય સેના અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં લશ્કર-ટીઆરએફનો આતંકવાદી માર્યો ગયો. આ આતંકવાદીની ઓળખ પિંજુરા શોપિયાંના રહેવાસી અયુબ અલી તરીકે થઈ છે. તે જમ્મુ-કાશ્મીરમાં ઘણી આતંકી ગતિવિધિઓમાં સામેલ હતો. ભારતીય સેનાને આ મોટી સફળતા મળી છે પરંતુ સર્ચ ઓપરેશન ચાલુ છે.

સેનાના અધિકારીઓની હત્યા બાદ કાર્યવાહી 
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકીઓ અને સેના વચ્ચે ભીષણ એન્કાઉન્ટર થયું હતું. તે દરમિયાન સેનાના બે અધિકારીઓ શહીદ થયા હતા. ત્યારથી, ભારતીય સેનાએ ઘણા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને જે પણ આતંકવાદીનો સામનો કર્યો તેને ઠાર મારવામાં આવ્યો. પુલવામામાં માર્યા ગયેલા આતંકવાદી પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. એવું માનવામાં આવે છે કે, આ આતંકવાદી કોઈ મોટી ઘટનાને અંજામ આપવાના ઈરાદે હથિયારો એકઠા કરી રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *