BREAKING NEWS / જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, દેશના 3 જવાન શહીદ

Jammu and Kashmir News: ભારતના જમ્મુ-કાશ્મીરમાં આંતકી હુમલા બંધ થવાનું નામ જ નથી લેતા રોજ-રોજ અલગ અલગ ઘટના સામે આવી હોય છે. તેમાં કાલે એક…

Jammu and Kashmir News: ભારતના જમ્મુ-કાશ્મીરમાં આંતકી હુમલા બંધ થવાનું નામ જ નથી લેતા રોજ-રોજ અલગ અલગ ઘટના સામે આવી હોય છે. તેમાં કાલે એક ઘટના સામે આવી છે કાશ્મીરના(Jammu and Kashmir News) કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના ત્રણ જવાન શહીદ થયા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, આતંકવાદીઓને શોધવા માટે આ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષા દળોને કુલગામ જિલ્લાના હલ્લાન જંગલ વિસ્તારના ઊંચાઈવાળા વિસ્તારોમાં આતંકવાદીઓ હોવાની માહિતી મળી હતી, ત્યારપછી સેનાના જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું હતું.

તે દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું, ત્યારપછી જવાનોએ ક્રોસ ફાયરિંગ કર્યું અને આ સર્ચ ઓપરેશન અથડામણમાં ફેરવાઈ ગયું હતું. તેમને જણાવ્યું છે કે, ફાયરિંગની આ ઘટનામાં સુરક્ષા દળના ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા અને સારવાર દરમિયાન તેમના મૃત્યુ થયા છે.

ભારતીય સેનાના ત્રણ જવાન શહીદ
શ્રીનગર સ્થિત સેનાની કોર્પ્સે એક ટ્વીટમાં જણાવ્યું છે કે, “કુલગામના હલ્લાનમાં આતંકવાદીઓ હોવાની માહિતી મળ્યા પછી સુરક્ષા દળોએ 4 ઓગસ્ટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.” ટ્વીટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “આતંકવાદીઓ તરફથી કરાયેલા ફાયરિંગ બાદ આ ઓપરેશન અથડામણમાં ફેરવાઈ ગયું. આ અથડામણમાં સેનાના ત્રણ જવાનો ગોળી વાગવાથી ઈજાગ્રસ્ત થયા હતા, જેઓ બાદમાં મૃત્યુ પામ્યા હતા. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ જ રાખવામાં આવ્યું છે.”

પુંછ અને રાજૌરીમાં અથડામણમાં 10 જવાનો થયા હતા શહીદ
આ પહેલા એપ્રિલ અને મે મહિનામાં પુંછ અને રાજૌરી જિલ્લામાં બે અલગ-અલગ હુમલા-અથડામણમાં સેનાના 10 જેટલા જવાનો શહીદ થયા હતા. આ એ વિસ્તાર છે જેને છેલ્લા લગભગ બે દાયકાથી આતંકવાદ મુક્ત માનવામાં આવી રહ્યું હતું. આ વર્ષની શરૂઆતમાં પણ આતંકવાદીઓએ રાજૌરીમાં હિન્દુ પરિવારોને નિશાન બનવી લીધા હતા.આ દરમિયાન 7 નિર્દોષ લોકો પણ માર્યા ગયા હતા અને 12થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *