જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક પાકિસ્તાની સેના દ્વારા થયેલ ગોળીબારમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે. આ માહિતી અધિકારીઓએ આપી છે. તેમના કહેવા મુજબ, તેમણે જણાવ્યું હતું કે, સુંદરબની સેક્ટરના આગળના વિસ્તારોમાં પાકિસ્તાની સેનાએ ગોળીબાર કર્યો હતો. સેનાના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને સીજફાયરનું કર્યું ઉલ્લંઘન કર્યું હતું. જે દમ્યાન ભારતીય સેનાનો એક સૈનિક શહીદ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગોળીબાર દરમિયાન મથિયાઝગન પી ખરાબ રીતે ઘાયલ થયો હતો. સૈનિકોએ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યો, પરંતુ મથિયાઝગન પી નું હોસ્પિટલમાં મૃત્યુ થઈ ગયું.
સેનાએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે, મથિયાઝગન પી(Indian Army Soldier Havaldar Mathiazhagan P Martyred In Rajouri) તમિલનાડુના સલેમ જિલ્લાનો રહેવાસી છે. તે બહાદુર અને પ્રામાણિક સૈનિક હતો. તેમના બલિદાન માટે દેશ હંમેશા તેમના માટે ઋણી રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news