જમ્મુ અને કાશ્મીર(Jammu and Kashmir)ના પૂંચ(Poonch) જિલ્લામાં એક પેસેન્જર વાહન ઊંડી ખીણમાં પડતાં 9 લોકોનાં મોત થયાં અને 4 ઘાયલ થયા. આ તમામ લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા. પોલીસે જણાવ્યું કે ગુરુવારે સાંજે સુરનકોટના તરારવાલી બફલિયાઝ વિસ્તારમાં વાહન 300 ફૂટ ઊંડી ખીણમાં પડતા અકસ્માત(Accident) સર્જાયો હતો. પોલીસે જણાવ્યું કે, વાહન મુર્રાહ(Murrah) ગામથી આવી રહ્યું હતું અને સુરનકોટ તરફ જઈ રહ્યું હતું અને ડ્રાઈવરે કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
પોલીસ અને સેનાએ સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા. પોલીસે જણાવ્યું હતું કે છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય ત્રણ લોકોએ હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ દમ તોડી દીધો હતો.
લેફ્ટનન્ટ ગવર્નર સિંહાએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો:
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું, “પૂંચમાં દર્દનાક અકસ્માતને કારણે હું ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. જિલ્લા વહીવટીતંત્રને ઘાયલોને તમામ શક્ય સારવાર સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે.
તમિલનાડુમાં માર્ગ અકસ્માતમાં 4નાં મોત, 23 ઘાયલ:
તે જ સમયે, તમિલનાડુમાં ચેન્નઈ-બેંગ્લોર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અંબુર નજીક શોલુર વિસ્તારમાં ગુરુવારે એક લારી અને વાહનની ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ત્રણ મહિલાઓ સહિત ચાર લોકોના મોત થયા છે અને 23 લોકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું હતું કે જ્યારે વાન કનિગાપુરમ સ્થિત ખાનગી જૂતા બનાવતી કંપની તરફ જઈ રહી હતી, ત્યારે અકસ્માત સમયે વાનિયમબડી અને તેની આસપાસની મોટાભાગની મહિલાઓ તેમાં સવાર હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.