જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)ના પુલવામા(Pulwama)માં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટર(Encounter)માં 55RR, જમ્મુ-કાશ્મીર પોલીસ, 182 CRPF દ્વારા જૈશ-એ-મોહમ્મદ(Jaish-e-Mohammed)ના ચાર આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર ઝહીર વાનીનું નામ પણ સામેલ છે. અન્ય એક એન્કાઉન્ટરમાં પણ સુરક્ષાદળોએ આતંકીઓને ઠાર કર્યા છે.
12 જ કલાકમાં બે એન્કાઉન્ટરમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં જૈશ કમાન્ડર અને પાકિસ્તાનનો એક આતંકવાદી પણ સામેલ છે. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ ઝાહિદ વાની, વાહિદ તરીકે થઈ છે, જે પાકિસ્તાની નાગરિક છે. અન્ય મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. હાલ પોલીસ અને અન્ય સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે.
આઈજીપી કાશ્મીરે કહ્યું કે, બે એન્કાઉન્ટરમાં પાકિસ્તાન સમર્થિત પાંચ આતંકવાદીઓ માર્યા ગયા છે. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ પહેલા જમ્મુ-કાશ્મીરના કુલગામમાં બુધવારે સુરક્ષાદળોએ આતંકીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી હતી. અહીં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
માર્યા ગયેલા આતંકવાદીઓમાં TRF કમાન્ડર પણ સામેલ હતો. સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે બે સ્થળોએ અથડામણ થઈ હતી. એક એન્કાઉન્ટર કુલગામના પોમ્બેમાં થયું હતું, જેમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે બીજી એન્કાઉન્ટર ગોપાલપુરામાં થઈ હતી, જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.