જમ્મુ(Jammu)ના સિધ્રા(Sidhra)માં એક ઘરમાંથી 6 શંકાસ્પદ મૃતદેહો મળ્યા બાદ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. અહીં એક ઘરમાંથી 6 મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, મૃતકોમાં એક મહિલા, તેની બે પુત્રીઓ અને બે સંબંધીઓનો સમાવેશ થાય છે. આ લોકોનું મોત કેવી રીતે થયું, તે હજુ સુધી જાણી શકાયું નથી. જોકે પોલીસે તપાસ શરૂ કરી છે.
J&K | Six members of a family found dead at their residences in Sidra area of Jammu. Details awaited.
Two bodies were found in one house, while four were found in their second house. pic.twitter.com/woHFlOMsW0
— ANI (@ANI) August 17, 2022
મહિલાની ઓળખ શકીના બેગમ તરીકે થઈ છે. તે, તેની બે પુત્રીઓ નસીમા અખ્તર અને રૂબીના બાનો અને પુત્ર ઝફર સલીમ અને તેના બે સંબંધીઓ નૂર અલ હબીબ અને સજ્જાદ અહેમદનો શંકાસ્પદ રીતે મળી આવેલાં મૃતદેહમાં સમાવેશ થાય છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાની રાહ જોવાઈ રહી છે:
પોલીસે તમામ મૃતદેહોને પોતાના કબજામાં લઈને સરકારી મેડિકલ કોલેજમાં મોકલી આપ્યા છે. એટલું જ નહીં પોલીસે તપાસ પણ શરૂ કરી છે. જો કે પોલીસે હજુ કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ બહાર આવશે.
આ પહેલા મંગળવારે એટલે કે ગઈકાલે શોપિયાંના ચોટીપોરામાં આતંકવાદીઓએ એક કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ હુમલામાં મૃતકના ભાઈને પણ ગંભીર ઈજા થઈ હતી. મૃતકની ઓળખ સુનિલ કુમાર ભટ્ટ તરીકે થઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.