માલગાડી અને પેસેન્જરથી ભરેલી ટ્રેન વચ્ચે સર્જાયો ભયાનક અકસ્માત- દુર્ઘટનામાં 50થી વધુ લોકો…

મહારાષ્ટ્ર(Maharashtra)માં બુધવારે એક ભયાનક ટ્રેન અકસ્માત(Accident) થયો હતો. અહીં એક પેસેન્જર ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં ઓછામાં ઓછા 50 મુસાફરો ઘાયલ થયા છે. એવું કહેવામાં આવ્યું હતું કે ગોંદિયામાં લગભગ 2.30 વાગ્યે એક પેસેન્જર ટ્રેન(Passenger train) એક માલગાડીને ટક્કર મારી હતી, જેના કારણે ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

13 લોકોની હાલત ગંભીર:
ANI અનુસાર, ગુડ્સ ટ્રેન અને પેસેન્જર ટ્રેન વચ્ચે સિગ્નલ ન મળવાને કારણે આ અકસ્માત થયો હતો. આ ઘટનામાં કોઈનું મોત થયું નથી. જોકે, 13 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. રિપોર્ટ અનુસાર, ટ્રેન છત્તીસગઢના બિલાસપુરથી રાજસ્થાનના જોધપુર જઈ રહી હતી.

ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા:
ઘાયલ મુસાફરોને ગોંદિયાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું જણાવવામાં આવ્યું હતું કે મધરાત્રે ભગતની કોઠી પેસેન્જર ટ્રેન ગ્રીન સિગ્નલ મળતાં આગળ જઈ રહી હતી, પરંતુ માલગાડીને ગોંદિયા શહેર પહેલાં સિગ્નલ ન મળતાં તે પાટા પર ઉભી રહી હતી. આવી સ્થિતિમાં સિગ્નલ ન મળવાને કારણે પેસેન્જર ટ્રેને તેને ટક્કર મારી હતી.

3એપ્રિલે નાસિકમાં રેલ અકસ્માત થયો હતો:
આ પહેલા 3 એપ્રિલના રોજ મહારાષ્ટ્રના નાસિક પાસે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. જેમાં જયનગર એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. ડાઉન લાઇન પર, નાસિક નજીક લહવિત અને દેવલાલી વચ્ચે ટ્રેન નંબર 11061 LTT-જયનગર એક્સપ્રેસ ના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *