BIG NEWS: જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા- 2 આતંકવાદીઓને કર્યા ઠાર

2 terrorist encounters in Jammu Kashmir: ઉત્તર કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળોએ સરહદ પારથી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે કુપવાડાના માછિલ સેક્ટરમાં બે આતંકીઓ(2 terrorist encounters in Jammu Kashmir) માર્યા ગયા છે. હજુ ઓપરેશન ચાલુ છે.

પોલીસે જણાવ્યું કે ચોક્કસ માહિતી પર સેના અને પોલીસે માછિલ સેક્ટરના કુમકડી વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન સરહદ પારથી આવતા બે ઘૂસણખોરો માર્યા ગયા હતા. આતંકવાદીઓ પાસેથી અત્યાર સુધીમાં બે એકે રાઈફલ, ચાર એકે મેગેઝીન, 90 રાઉન્ડ, એક પાકિસ્તાની પિસ્તોલ, એક પાઉચ અને 2100 રૂપિયાની પાકિસ્તાની કરન્સી મળી આવી છે. ઘટના સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

બીજી તરફ, શનિવારે સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરમાં બે આતંકવાદી ઠેકાણાઓનો પર્દાફાશ કર્યો હતો. સુરક્ષા દળોએ પુલવામા જિલ્લાના ત્રાલના નાગબલ જંગલોમાં આતંકવાદીઓના બે ઠેકાણાઓને નષ્ટ કરી દીધા.

એક અધિકારીએ જણાવ્યું કે ચોક્કસ માહિતી પર જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સેનાના 42 આરઆરએ નાગબાલ જંગલ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સમય દરમિયાન, આતંકવાદીઓના બે ઠેકાણા શોધી કાઢવામાં આવ્યા હતા, જેને નષ્ટ કરી દેવામાં આવ્યા છે. આ સાથે આસપાસના વિસ્તારોમાં પણ સર્ચ કરવામાં આવ્યું છે.

બારામુલ્લામાં હથિયારોની દાણચોરીના બે મોડ્યુલનો પર્દાફાશ
આ પહેલા મંગળવારે, સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લામાં હથિયારોના દાણચોરોના બે આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. આ દરમિયાન લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદી અને આઠ મદદગારોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યો છે. પકડાયેલા મદદગારોમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે.આ તમામ પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓની સૂચના પર લશ્કર-એ-તૈયબાના સક્રિય આતંકવાદીઓને હથિયાર અને દારૂગોળો સપ્લાય કરતા હતા.

બારામુલાના એસએસપી અમોદ નાગપુરેએ આ મામલે જણાવ્યું છે કે 21 સપ્ટેમ્બરના રોજ બારામુલ્લામાં પોલીસને માહિતી મળી હતી કે જાંબાજપોરાનો રહેવાસી યાસીન અહેમદ શાહ ઘરેથી ગુમ છે અને તે લશ્કરમાં સામેલ થઈ ગયો છે. આ અંગે પોલીસે બારામુલા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. 22 સપ્ટેમ્બરે પોલીસ, સેના અને CRPFની સંયુક્ત ટીમે તાપર પટ્ટનમાં નાકા ચેકિંગ દરમિયાન એક આતંકવાદીને પકડ્યો હતો.

તેના કબજામાંથી એક પિસ્તોલ, એક મેગેઝિન, 8 કારતુસ અને દારૂગોળો સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી હતી. પૂછપરછ દરમિયાન તેણે તેના અન્ય સહયોગી પરવેઝ અહેમદ શાહ વિશે માહિતી આપી, જે ટાકિયા વાગુરાના રહેવાસી છે. તેની ધરપકડ કરવામાં આવી હતી. તેના કબજામાંથી બે હેન્ડ ગ્રેનેડ પણ મળી આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *