મંગળવારે શોપિયાં (Shopian, Jammu and Kashmir) માં સફરજનના બગીચામાં આતંકવાદી (Terrorist) ઓએ નાગરિકો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં એક કાશ્મીરી પંડિતનું મોત થયું છે જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે. મૃતક અને ઘાયલ બંને લઘુમતી સમુદાયના છે. ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. કાશ્મીર ઝોન પોલીસે આ ઘટનાની માહિતી આપી છે.
મૃતકની ઓળખ સુનીલ કુમાર તરીકે થઈ
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ સુનીલ કુમાર તરીકે થઈ છે જ્યારે ઘાયલ વ્યક્તિની ઓળખ પિન્ટુ કુમાર તરીકે થઈ છે. બંને ભાઈઓ છે અને સફરજનના બગીચામાં સાથે કામ કરતા હતા.સાથે જ વિસ્તારની ઘેરાબંધી કરીને હુમલાખોરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ભાજપ અધ્યક્ષ રવિન્દર રૈનાએ આ ઘટનાની નિંદા કરી
જમ્મુ-કાશ્મીર બીજેપી અધ્યક્ષ રવિન્દર રૈનાએ કહ્યું કે પાકિસ્તાન કાશ્મીરને કબ્રસ્તાન બનાવવા માંગે છે પરંતુ અમે તેના નાપાક મનસૂબોને પૂર્ણ થવા નહીં દઈએ. શોપિયા વિસ્તારમાં કાશ્મીરી પંડિતોને નિશાન બનાવનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, તેમને ચોક્કસ સજા કરવામાં આવશે.
શુક્રવારે પણ આતંકીઓએ ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો હતો.
આ પહેલા શુક્રવારે 12 ઓગસ્ટે આતંકીઓએ ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો હતો. બાંદીપોરાના સોડનારા સુમ્બલમાં આતંકવાદીઓએ એક બિન-કાશ્મીરી મજૂર પર ગોળીબાર કર્યો હતો. ઇજાગ્રસ્ત મજૂરે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. છેલ્લા ચાર મહિનામાં ઘાટીમાં અનેક લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.