‘પીઝા પ્રેમી’ જોઈ લો… આવી રીતે બને છે તમારા મનપસંદ પીઝા – વિડીયો જોઇને ખાવા નહિ ભાવે

ગ્રાહકો અપેક્ષા રાખે છે કે તેમની પસંદગીનું ફૂડ સ્વચ્છતા અને આરોગ્યપ્રદ પ્રોટોકોલના જરૂરી ધોરણોનું પાલન કરે. પરંતુ બેંગલુરુના એક ડોમિનોઝ આઉટલેટ પર કથિત રીતે ક્લિક…

ગ્રાહકો અપેક્ષા રાખે છે કે તેમની પસંદગીનું ફૂડ સ્વચ્છતા અને આરોગ્યપ્રદ પ્રોટોકોલના જરૂરી ધોરણોનું પાલન કરે. પરંતુ બેંગલુરુના એક ડોમિનોઝ આઉટલેટ પર કથિત રીતે ક્લિક કરાયેલી તસવીર તમને હેરાન-પરેશાન કરી શકે છે. ટ્વિટર પર એક વ્યક્તિએ એક તસવીર શેર કરી છે જેમાં ડોમિનોઝના રસોડાની બેદરકારી જોવા મળી છે. વ્યક્તિ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ તસવીર બેંગ્લોરના એક ડોમિનોઝ આઉટલેટ (Domino’s Pizza) ની છે.

સાહિલલે ટ્વિટર પર લખ્યું કે “આ રીતે @dominos_india અમને તાજા પિઝા પીરસે છે! ખૂબ જ નિરાશાજનક, આ તસવીર બેંગ્લોરની છે. ટ્વીટના જવાબમાં, ડોમિનોઝે કહ્યું કે, કંપની તેના ઓપરેટિંગ ધોરણોના ઉલ્લંઘન માટે શૂન્ય-સહિષ્ણુતા નીતિને અનુસરે છે અને તે ઘટનાની “સંપૂર્ણપણે તપાસ કરવામાં આવશે.”

સોશિયલ મીડિયા પર લોકોએ કહ્યું કે તેઓ બેદરકારીથી નિરાશ થયા છે અને ડોમિનોઝ આઉટલેટ સામે કાર્યવાહીની માંગ કરી છે. એક યુઝરે લખ્યું, ‘તમને તમારા ગ્રાહકના સ્વાસ્થ્યની બિલકુલ ચિંતા નથી? સરકારે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.

સોશિયલ મીડિયામાં આ ફોટો વાયુવેગે વાયરલ થયો હતો. ફોટો વાયરલ થતા પીઝા પ્રેમીઓને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે, મોટા ભાગના લોકો પીઝાની દુકાનોમાં આંખ બંધ કરીને પીઝા ખાઈ લેતા હોય છે. પરંતુ આ પીઝા કેવી રીતે બને છે, તે જોવાનો કોઈ પાસે પણ સમય નથી. ઠેરઠેર જગ્યાએ ડોમિનોઝનો વિરોધ થતા પિઝા જાયન્ટે કહ્યું કે તેઓ આ બાબતની તપાસ કરી રહ્યા છે અને “ગ્રાહકોની સલામતી અને સુખાકારીની ખાતરી કરવા માટે તમામ જરૂરી પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે”.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *