શુક્રવારે રાત્રે જમ્મુ-પઠાણકોટ(Jammu-Pathankot) રાષ્ટ્રીય ધોરીમાર્ગ(National Highway) પર સામ્બા(Samba) ખાતે રોંગ સાઈડમાં જઈ રહેલું ઓટો સામે આવી રહેલી ટ્રક સાથે અકસ્માત(Accident) સર્જાતા ત્રણ બાળકો અને એક મહિલા સહિત ચાર લોકોનાં મોત થયાં હતાં. મૃતકોમાં બે ભાઈ-બહેનનો સમાવેશ થાય છે.
આ અકસ્માતમાં 15 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. તમામને સાંબા જિલ્લા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ જમ્મુની સરકારી મેડિકલ કોલેજ (જીએસસી) હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. તમામ મૃતકો અને ઇજાગ્રસ્તો બાળકો અને મહિલાઓ છે અને એક જ પરિવારના અને નજીકના રહેવાસી છે.
મળતી માહિતી મુજબ, સાંબાના પુરમંડલના માંડલ ગામના તરસેમની ભત્રીજીના લગ્ન પહેલા યોજાનારા ગીત સમારોહમાં ભાગ લેવા માટે તેનો પરિવાર અને આસપાસના લોકો ઓટો નંબર JK-21A-2268 થી સાંબાના રાખ અંબે જઈ રહ્યા હતા. લગભગ 10:30 વાગ્યે, તે સાંબાના નવા પંડિત પ્રેમનાથ ડોગરા બસ સ્ટેન્ડ પાસે પહોચ્યા હતા કે, તેણે ઓટોને રોંગ સાઈડમાં લઈ જવાની કોશિશ કરી.
આ દરમિયાન પંજાબ તરફથી આવી રહેલી ટ્રક સાથે ઓટો જોરદાર ટકરાઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા અને 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તરસેમ લાલના બે બાળકો મુસ્કાન અને રાહુલ પણ મૃતકોમાં સામેલ છે, જ્યારે તરસેમની પત્ની નેહા ગંભીર રીતે ઘાયલ છે. અકસ્માતને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘાયલોને તાત્કાલિક સાંબાની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ તમામને જીએમસીમાં મોકલી આપવામાં આવ્યા હતા.
મૃતકોના નામ:
આ અકસ્માતમાં 40 વર્ષીય સુમન દેવી પત્ની શિવ દયાલ, આઠ વર્ષીય રાહુલ પુત્ર તરસેમ લાલ, પાંચ વર્ષની મુસ્કાન પુત્રી તરસેમ લાલ અને પાંચ વર્ષીય કૃશ પુત્ર રમેશ લાલનું કરુણ મોત થયું હતું.
અકસ્માતમાં ઘાયલ થયેલ લોકો:
આ ગમખ્વાર અકસ્માતમાં ગીતા દેવી (70), મીનાક્ષી (12), વીણા દેવી (40), ઉષા દેવી (42), રેખા દેવી (35), નેહા (26), ગીતા દેવી (34), રીતિકા (7), જ્યોતિ દેવી (30), ગારો દેવી (48), જટ્ટો દેવી (70), ચંપા દેવી (58) , આરુષિ (15), નેહા દેવી અને શનિદેવી (40) ઘાયલ થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.