ભારતમાં ચિંતા વધુ ઘેરી બની… છેલ્લા 24 કલાકમાં નોંધાયા અઢી હજારથી વધુ કોરોના કેસ, 20ના મોત

કોરોના (Corona)થી કેટલાય સમય પછી રાહત મળી હતું, પરંતુ હવે ફરી પાછું કોરોનાએ માથું ઉચક્યું છે. જે સમગ્ર વિશ્વ માટે ચિંતાજનક છે. આજે મંગળવારે દેશમાં…

કોરોના (Corona)થી કેટલાય સમય પછી રાહત મળી હતું, પરંતુ હવે ફરી પાછું કોરોનાએ માથું ઉચક્યું છે. જે સમગ્ર વિશ્વ માટે ચિંતાજનક છે. આજે મંગળવારે દેશમાં કોરોનાના અઢી હજારથી વધુ કેસ નોંધાયા છે. રાહતની વાત એ છે કે આ આંકડો ગઈકાલ કરતા 18.7 ટકા ઓછો છે. આરોગ્ય મંત્રાલય (Ministry of Health)ના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,568 કોરોના કેસ જોવા મળ્યા છે, જ્યારે કોવિડને કારણે વધુ 20 લોકોએ જીવ ગુમાવ્યો છે.

તાજેતરના આંકડાઓ વિશે વાત કરીએ તો, સૌથી વધુ દર્દીઓ દિલ્હી (1076), હરિયાણા (439), કેરળ (250), ઉત્તર પ્રદેશ (193) અને કર્ણાટક (111)માંથી આવ્યા છે. નવા કોવિડ કેસમાંથી 80.58 ટકા આ પાંચ રાજ્યોમાંથી આવ્યા છે. માત્ર દિલ્હીનો હિસ્સો 41.9% છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 20 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 5,23,889 લોકોએ જીવ ગુમાવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં 2911 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. હાલમાં ભારતમાં કોરોના રિકવરી રેટ 98.74 ટકા છે. ભારતમાં સક્રિય દર્દીઓમાં પણ ઘટાડો થયો છે. હવે આ આંકડો 19,137 છે. આ ગઈકાલ કરતાં 363 ઓછું છે. કોરોના સામેની લડાઈમાં રસી સૌથી મજબૂત શસ્ત્ર છે, તેથી તેને વધુને વધુ લોકો પર લાગુ કરવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં 16,23,795 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 189 કરોડથી વધુ કોવિડ રસી આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *