જામી પક્ષ પલટાની મોસમ! અહી AAPના 15 હોદ્દેદારો અને 200 કાર્યકરોએ ઝાડું છોડી ધારણ કર્યો કેસરિયો

ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી(Assembly elections) નજીક આવતી જાય છે. તેમ રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી રહ્યો છે. જાણે પક્ષ પલટાની મોસમ શરુ થઈ ગઈ હોય તેવું લાગી…

ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી(Assembly elections) નજીક આવતી જાય છે. તેમ રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી રહ્યો છે. જાણે પક્ષ પલટાની મોસમ શરુ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ચૂંટણી જીતવા તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમજ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક પાર્ટી દ્વારા રાજકીય દાવા સાથે ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે જામનગર(Jamnagar)માં પોતાના પક્ષ આમ આદમી પાર્ટી(AAP)થી નારાજ હોદ્દેદારો અને કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો હતો અને ભાજપ(BJP)માં જોડાયા છે અને તેના પગલે આમ આદમી પાર્ટીને નુકસાન થયું છે.

આપણા 200 કાર્યકરોએ જિલ્લા પ્રમુખના હસ્તે ધારણ કર્યો કેસરિયો:
અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગરમાં આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડી ગયું છે. આગામી ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ સહિત હોદ્દેદારો, કાર્યકરો દ્વારા ચૂંટણી જંગ જીતાડવા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. તેમજ સામદામ-દંડભેદની નીતિ અપનાવી ચૂંટણી જંગ જીતવા તનતોડ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ત્યારે જામનગર આમ આદમી પાર્ટીથી નારાજ થયેલા 15 જેટલા પૂર્વ હોદ્દેદારો તથા 200 કાર્યકરોએ અટલ ભવન ખાતે જિલ્લા પ્રમુખ રમેશ મૂંગરા ના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા હતા.

ભાજપના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત:
આ દરમિયાન મહામંત્રી દિલીપ ભોજાણી, દિલીપસિંહ ચુડાસમા, ડો.વિનુ ભંડેરી સહિત ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને આમ આદમી પાર્ટીના15 જેટલા પૂર્વ હોદ્દેદારો તથા 200 કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ત્યારે હવે જામનગરમાં આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડી ગયું.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વિસાવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ સાથે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના અનેક નેતાઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. જિલ્લા કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા નટુ પોંકિયા પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ભેંસાણ તાલુકા કૉંગ્રેસ પ્રમુખ પણ રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *