હાલ તો ગુજરાતમાં દારૂબંધી છે, પણ આ દારૂબંધી વચ્ચે પણ કેટલાક શાતીર દિમાગ શખ્સો અને બુટલેગરો દારૂની હેરાફેરી કરતા હોય છે. આ દરમિયાન જો પોલિસને બાતમી મળી જાય તો આવા કીમિયા નાકામ થઇ જાય છે. જામનગર એલસીબી ટીમને આવો જ વધુ એક જંગી જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. જેમાં ધ્રોલ નજીક લૈયારા ગામની સીમમાં પ્લાસ્ટિકના દાણાની આડમાં છુપાવી દમણથી લાવવામાં આવેલ દારુ અને બીયરના જથ્થાનું કટિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એલસીબી જામનગરની ટીમ દ્વારા સપાટો બોલાવી દેતા ફફડાટ મચી જવા પામ્યો છે.
મળતી માહિતી મુજબ, જામનગર એલ.સી.બી.ટીમના ભગીરથસિંહ સરવૈયા, સંજયસિંહ વાળા તથા અજયસિંહ ઝાલાને ખાનગી બાતમી મળેલ કે ધ્રોલ તાલુકાના લૈયારાગામના યાસીન ઉર્ફે મોટો હાજીભાઇ સુમરા તથા જામનગર ગુલાબનગરના કાસમ અબ્દુલભાઇ ખેરાણી તથા ઇમરાનભાઇ ખેરાણી ત્રણેય જણાએ ભાગીદારીમાં બહારથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી લૈયારાગામની પાછળના ભાગે આવેલ ચેકડેમ નજીક ખરાબામાં ટ્રક નંબર G.J.18 AU 8378 માંથી દારૂનુ કટીંગ કરી પોતાના અલગ અલગ ગ્રાહકોને વેચવાના છે અને ઇગ્લીશ દારૂનું કટીંગ ચાલુ છે. તેવી ચોકકસ બાતમી મળતા એલ.સી.બી.અલગ અલગ ટીમો બનાવી રેઇડ કરતા આરોપીઓ હુશેન ઉર્ફે બાવ અકબરભાઇ, સલીમ ઉર્ફે વસીમ દાઉદભાઇ પઠાણને પકડી પાડવામાં આવ્યા હતા.
આ મુદામાલ કબજે કરવામાં આવ્યો:
બીયર ટીન-2363 કિ.રૂ2,36,300
મેકડોવેલસ વ્હીસકી દારૂની બોટલ નંગ- 808 કિ.રૂ 3,23,200
ટોરસ ટ્રક નંબરG.J.18 AU 8378 10,00,000
ટોરસ ટ્રક નંબરG.J.18 AU 8378 10,00,000
ટોરસ ટ્રક નંબરG.J.18 AU 8378 10,00,000અટક કરવાના બાકી આરોપો
મોબાઇલ ફોન-03 કિ.રૂ.5000
અટકાયત કરવાના બાકી આરોપી:
યાસીનઉર્ફે મોટો હાજીભાઇ ખેરાણી
કાસમ અબ્દુલભાઇ ખેરાણી
ઇમરાન ખેરાણી તથા દારૂ સપ્લાય કરનારને અટક કરવાના બાકી છે.
જાણવા મળ્યું છે કે, જામનગર એલસીબી ઇન્ચાર્જ પી.આઈ એસ.એસ.નિનામાની સુચનાથી પીએસઆઈ કે.કે.ગોહિલ તથાઆર.બી.ગોજીયા, શરદભાઇ પરમાર, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, બી.એમ.દેવમુરારી તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, નાનજીભાઇ પટેલ, યશપાલસિંહ જાડેજા, દિલીપભાઇ તલવાડીયા, ભગીરથસિંહ સરવૈયા, અજયસિંહ ઝાલા, પ્રતાપભાઇ ખાચર, યોગરાજસિંહ રાણા, ફીરોજભાઇ દલ, હીરેનભાઇ વરણવા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઈ મકવાણા, રધુભા પરમાર, ધાનાભાઇ મોરી, નિર્મળસિંહ એસ.જાડેજા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકિયા એ.બી.જાડેજા તથા ધમેન્દ્રસિંહ જાડેજા વગેરે દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.