જામનગરની પાંચ વર્ષીય દીકરીને અમેરિકન દંપતીએ દત્તક લઈ મહેકાવી માનવતાની જ્યોત- રડતી આંખે આપી વિદાય

ગુજરાત: જામનગર (Jamnagar) માં આવેલ કસ્તુરબા વિકાસ ગૃહ (Kasturba Development House) સંચાલિત સંસ્થામાં ઉછેર પામતી 5 વર્ષની બાળાને અમેરિકન દંપતી (American couple) એ દત્તક લેતા…

ગુજરાત: જામનગર (Jamnagar) માં આવેલ કસ્તુરબા વિકાસ ગૃહ (Kasturba Development House) સંચાલિત સંસ્થામાં ઉછેર પામતી 5 વર્ષની બાળાને અમેરિકન દંપતી (American couple) એ દત્તક લેતા આજે બાળકીની સોંપણી કરાઈ હતી. અમેરિકન દંપતીને માતાપિતા બનવાનો મોકો મળતા ખુશખુશાલ જોવા મળ્યા હતા. અમેરિકન દંપતીને બાળકીની સોંપણી કરાઈ ત્યારે જામનગરના સાંસદ પૂનમબેન માડમ ભાવુક થઈ ગયા હતા.

સંસ્થામાં 5 વર્ષ રહ્યા પછી રન્નાની વિદાય:
આજથી 5 વર્ષ અગાઉ વર્ષ 2016માં રન્નાને સંસ્થામાં લઈ જવામાં આવી હતી. ત્યારથી જ તેનો અહીં ઉછેર કરાયો હતો. અમેરિકન દંપતી દસ્તીન તથા ટોની કલપેપરે બાળકને દત્તક લેવા માટેની કાર્યવાહી કરીને રન્ના તેમને દત્તક આપવામાં આવી હતી.

અનાથ બાળકીને ઓળખ મળી:
છેલ્લા 5 વર્ષથી અનાથ બાળકી તરીકે સંસ્થામાં ઉછરી રહેલ રન્નાને હવે માતા-પિતાનો આધાર તેમજ પ્રેમ મળી રહેશે. જયારે અમેરિકન દંપતીને પણ સંતાનસુખ પ્રાપ્ત થશે. બાળકીને મેળવીને અમેરિકન દંપતી ખુશખુશાલ જોવા મળ્યું હતું. બાળકી પણ અમેરિકન માતા-પિતાના ખોળામાં બેસીને ખુશ જોવા મળી હતી.

સાંસદ પૂનમબહેન માડમ ભાવુક થયા:
કોઈપણ જુએ તો સૌપ્રથમ જ નજરે ગમી જાય એવી બાળકીને આજે દત્તક આપવા માટે એક કાર્યક્રમનું આયોજન થયું હતું કે, જેમાં જામનગરના સાંસદ પૂનમબહેન માડમ પણ હાજર રહ્યા હતા. બાળકીને દત્તક લેનાર અમેરિકન દંપતીનું પૂનમબહેને સન્માન કર્યું હતું. બાળકીને જ્યારે અમેરિકન દંપતીને સોંપાઈ ત્યારે પૂનમબહેન ખુબ ભાવુક થઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *