જામનગરમાં નિવૃત્ત પોલીસનો પુત્ર એસી બસમાં ચલાવતો હતો કુટણખાનું, જાણો થયો દરોડામાં મોટો ઘટસ્ફોટ

Jamnagar Prostitution News: આપણે હોટેલમાં તથા સ્પાની આડમાં ચાલતા અનેક કુટણખાના જોઈએ છીએ. પરંતુ શું કયારેય વાહનમાં ધમધમતું કુટણખાનું (Jamnagar Prostitution News) જોયું છે? તમને પણ જાણીને નવાઈ નવાઈ લાગશે કે જામનગરના રણજીત નગર વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર એક વાહનમાં કુટણખાનું ચલાવતો હતો અને લોકોને શરીર સુખ માણવાની સવલતો પુરી પાડતો હતો. ટેમ્પો ટ્રાવેલ્સમાં એ.સી., પલંગ ગાદલા સહિતની સુવિધા ઉપલબ્ધ છે ત્યારે આ અંગેની બાતમી પોલીસને મળતા પોલીસે આ હાઈફાઈ એવા કુટણખાનામાં દરોડો પાડી નિવૃત પોલીસના પુત્રની ધરપકડ કરી છે જયારે અન્ય એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે.

ટ્રાવેલ્સ ટેમ્પોમાં ધમધમતું કુટણખાનું
આ અંગે મળતી વિગત મુજબ, જામનગરના રણજીત નગર વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર અશોકસિંહ ઝાલા કુટણખાનું ચલાવતો હતો. તે પણ કોઈ હોટેલમાં નહિ પરંતુ ટેમ્પો ટ્રાવેલ્સને સરકારી જગ્યામાં પાર્ક કરીને તેમાં લોકોને શરીર સુખ માણવાની સવલતો પુરી પાડતો હતો. ત્યારે આ અંગે પોલીસને બાતમી મળી હતી અને આ બાતમીના આધારે પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો.

જે દરોડા દરમિયાન ટેમ્પો ટ્રાવેલ્સની અંદર એક પુરુષ ગ્રાહકને રાજસ્થાનની યુવતીને બોલાવીને શરીર સુખ માણવા માટેની વ્યવસ્થા કરી કરાઈ હતી. આ દરમિયાન ટેમ્પો ટ્રાવેલ્સનો પાછળનો દરવાજો ખોલીને દિલીપ નામનો શખસ ભાગી છૂટ્યો હતો.જો કે મુખ્ય આરોપી અશોકસિંહ પ્રવિણસિંહ ઝાલાની અટકાયત કરતાં ચાર મોબાઈલ મળી આવ્યા હતા.

એકથી એક ચઢિયાતી સુવિધા આપવામાં આવી હતી
હવે અહીંયા આપવામાં આવતી સવલતો અંગેની વાત કરીએ તો, અહીંયા પુરુષ ગ્રાહકો માટે એ.સી. ની વ્યવસ્થા, ઉપરાંત બેડ અને બેડ પર ગાદલું પણ નાખવામાં આવ્યું હતું. તો શરીર સુખ માણવા આવેલા શરીર સુખના ભૂખ્યા ગ્રાહકો માટે ગાદલા ઓશિકા તથા કોન્ડોમ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.ટેમ્પો ટ્રાવેલ્સની અંદર જ એસી, ગાદલાં, ઓશિકા સહિતની તમામ સુવિધાઓ આપવામાં આવતી હતી. દરોડામાં પોલીસે 20 નંગ કોન્ડમના પેકેટ પણ કબજે કર્યા છે. આ સાથે જ આરોપી સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956ની વિવિદ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસના નામે રોફ જમાવતો હતો
પોલીસની તપાસ દરમિયાન આરોપીની એક્સ.યૂ.વી. કાર ત્યાં હાજર હતી, જે કારની તપાસણી કરતાં તેમાંથી પોલીસ લખેલી નેઇમ પ્લેટ મળી આવી હતી, અને પોતે ગેરકાયદેસર રીતે પોલીસ ઇન્સ્પેક્ટરના હોદ્દાનો ઉપયોગ કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે કાર અને ટેમ્પો વગેરે કબજે કરી લીધા છે.