લોકડાઉનમા તમારું બેંક ખાતુ ખાલી હોવા છતાં પણ 10,000 રૂપિયા ઉપાડી શકશો, જાણો કઈ રીતે?

કોરોના સંકટ સામે લડવા માટે સરકારે દેશભરમાં lockdown ની મર્યાદા 3 મે સુધી લંબાવી દીધી છે. તેને કારણે કરોડો લોકોની નોકરી અને પગાર ની ચિંતા ઊભી થઈ છે. આવી સ્થિતિમાં જો તમારા ખાતામાં પૈસા નથી તો તમને મળી શકે છે મોટી રાહત. જન ધન યોજના હેઠળ ખાતા ખોલાવનાર લોકોને સરકારે 10000 રૂપિયા સુધી ઓવરડ્રાફ્ટ ની સુવિધા આપી છે, જેને ક્યારે પણ ઉપાડી શકો છો. ભલે આ રકમ મોટી નથી, પરંતુ જરૂર સમયે ખૂબ જ મહત્વની અને ઉપયોગી સાબિત થાય છે.

10,000 રૂપિયા સુધી ઉપાડી શકો છો

જન ધન ખાતા હેઠળ જો તમે ઓવરડ્રાફ્ટ કરો છો તો, અલગ-અલગ બેંકો અલગ અલગ વ્યાજ વસૂલ કરશે. આ વ્યાજ ૧૨ ટકાથી માંડીને ૨૦ ટકા સુધી હોઈ શકે છે. માસિક વ્યાજ ગણીએ તો 1 ટકાથી માંડીને 1.75 ટકા સુધી થાય છે, જે કાંઈ વધુ નથી. અને જો તમે આ યોજના હેઠળ 2 હજાર રૂપિયા સુધીની રાશિ ઉપાડો તો કોઈ વ્યાજ નહીં લાગે.

પરિવારના કોઈપણ એક ખાતામાં મળશે આ સુવિધા

ચંદન યોજના હેઠળ 20 કરોડ મહિલાઓના ખાતામાં એપ્રિલ મહિનો શરૂ થતા જ 500 રૂપિયા મોકલવામાં આવ્યા છે. દેશમાં કુલ 38 કરોડ જન ધન ખાતા ખુલ્યા છે. સરકાર 500 રૂપિયાની મદદ ફક્ત મહિલાઓ ના ખાતામાં જ આપી છે પરંતુ ઓવરડ્રાફ્ટ ની સુવિધા દરેક ખાતા પર મળી શકે છે. એક વાત ધ્યાનમાં લેવા જેવી છે કે ઓવરડ્રાફ્ટ ની સુવિધા પરિવારના કોઈપણ એક ખાતામાં જ મળશે.

0 બેલેન્સ પર ખાતું ખુલે છે

આ સ્કીમ હેઠળ ખાતાધારકોને જીવનવીમો અને દુર્ઘટના વીમો પણ મળે છે. આ ઉપરાંત રૂપે ડેબિટ કાર્ડ પણ મળે છે અને ખાતામાં કોઈ મિનિમમ બેલેન્સ મર્યાદા નથી. કોઈપણ બેંકની કોઈપણ શાખામાં આ ખાતું ખોલી શકાય છે. 2014માં મોદી સરકારે આ સ્કીમનો એલાન કર્યું હતું. સરકારનો હેતુ દેશના ગરીબ તબક્કા સુધી કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચાર વગર સરકારી મદદ પહોંચાડવાનો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *