Janhvi Kapoor News: જ્હાનવી કપૂર તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં રહે છે. ત્યારે જ્હાન્વીએ સૌથી પહેલા તેના તાજેતરના (Janhvi Kapoor News) ઈન્ટરવ્યુમાં બ્રેકઅપ વિશે વાત કરી હતી. તેણીએ એ પણ જણાવ્યું કે કેવી રીતે તેણીના પીરિયડ્સ આવતા દર મહિને તેણી તેના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરતી હતી.
પીરિયડ્સ દરમિયાન બ્રેકઅપ…
જ્હાન્વીએ કહ્યું- ‘જ્યારે તેણીના પીરિયડ્સ શરૂ થયા ત્યારે તે દર મહિને બ્રેકઅપ કરી લેતી હતી.’ જ્હાન્વીએ આગળ કહ્યું- મારા પીરિયડ્સના કેટલાક વર્ષો દરમિયાન, હું દર મહિને તે વ્યક્તિ સાથે બ્રેકઅપ કરતી હતી. તે પહેલા બે-ત્રણ મહિના આઘાતમાં હતો, ત્યારબાદ તે પણ મને સમજવવા લાગ્યો હતો.
રડતા રડતા જઈને સોરી કહેતી હતી
જ્હાન્વીએ આગળ કહ્યું- અને બે દિવસ પછી હું રડતી તેની પાસે જતી અને સોરી કહેતી. તે સમજી શકતો ન હતો કે મારું મગજ આવું કેમ આવું થઇ રહ્યું છે. એક ઈન્ટરવ્યુમાં જાહ્નવી કપૂરે ખુલાસો કર્યો હતો કે તેને પીરિયડ્સ દરમિયાન ખૂબ જ દુખાવો થતો હતો. તેના સ્નાયુઓ અને હિપ્સ ખૂબ જ દુખતા હતા. જાહ્નવીએ જણાવ્યું કે તેના નાકમાંથી પણ લોહી નીકળે છે. જ્હાન્વીએ કહ્યું કે કેટલીકવાર તે કામમાં એટલી વ્યસ્ત હોય છે કે તેને પીડાનો અહેસાસ પણ થતો નથી.
કોણ છે જાન્હવી કપૂરનો બોયફ્રેન્ડ શિખર પહાડિયા?
જાન્હવી કપૂરનો બોયફ્રેન્ડ શિખર પહાડિયા બિઝનેસમેન હોવાની સાથે સાથે પ્રોફેશનલ પોલો પ્લેયર પણ છે. શિખર મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદેનો પૌત્ર છે. શિખરે બોમ્બે સ્કોટિશ અને ધીરુભાઈ અંબાણી સ્કૂલમાં અભ્યાસ કર્યો ત્યાર બાદ તેણે લંડનની રીજન્ટ યુનિવર્સિટીમાંથી ગ્લોબલ ફાયનાન્સિયલ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન કર્યું. શિખરે વાધવન ગ્લોબલ કેપિટલ, લંડનમાં રોકાણ વિશ્લેષક તરીકે પણ કામ કર્યું છે.
શિખર પહાડિયાએ વર્ષ 2018માં મનોરંજન અને ગેમિંગનો બિઝનેસ શરૂ કર્યો હતો. શિખર અને જાન્હવી એક જ સ્કૂલમાં ભણ્યા છે અને તેઓ બાળપણના મિત્રો છે. રિપોર્ટ્સ અનુસાર, શિખર પહાડિયાની નેટવર્થ 83 કરોડ રૂપિયા અને જાહ્નવી કપૂરની નેટવર્થ 82 કરોડ રૂપિયા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App