આ રાજકીય પાર્ટીના કાફલાને નડ્યો ભયંકર અકસ્માત, કારનું પડીકું વળી ગયું- પક્ષના પ્રમુખ સહીત અનેક નેતા…

Pappu Yadav Accident: રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાને ગમખ્વાર અકસ્માત(Accident) નડ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં તેઓ પોતાના કાફલા સાથે જી રહ્યા હતા અને આ દરમિયાન જ સમગ્ર કાફલો આ અકસ્માતનો ભોગ બન્યો હતો. જો વાત કરવામાં આવે તો JAP સુપ્રીમો પપ્પુ યાદવ(Pappu Yadav)નો કાફલો એક ભયાનક માર્ગ અકસ્માતનો શિકાર બન્યો છે. સોમવારે મોડી રાત્રે બનેલી આ ઘટનામાં પપ્પુ યાદવ સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ તેમના કાફલા સાથે સારણમાં મુબારકપુર ઘટનાના પીડિતોને મળવા ગયા હતા.

ઘટના વિશે જણાવવામાં આવી રહ્યું છે કે, ત્યાંથી પરત ફરતી વખતે એક ટ્રકને ઓવરટેક કરવાને કારણે આ અકસ્માત થયો હતો. પાછળથી આવતી ટ્રકે તેમના કાફલાને ઓવરટેક કર્યો હતો. જેના કારણે તમામ વાહનો એકબીજા સાથે અથડાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે વાહનના કુરચે કુરચા ઉડી ગયા હતા. અન્ય વાહન પલટી મારી રોડની સાઈડમાં પડ્યું હતું.

માંડ માંડ બચ્યા પપ્પુ યાદવ:
આ અકસ્માતમાં પપ્પુ યાદવનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના આરા અને બક્સરની વચ્ચે બ્રહ્મપુર ફોરલેન પર બની હતી. ઘટના સમયે, પપ્પુ યાદવ તેના કાફલા સાથે સારણ જિલ્લાના મુબારકપુર ઘટનાના પરિવારને મળ્યા બાદ પૂર્વ બક્સર જિલ્લા પ્રમુખ પરમા યાદવના પુત્રના લગ્નમાં હાજરી આપવા માટે પુરવા ગામ જઈ રહ્યા હતા. તે દરમિયાન તે માર્ગ અકસ્માતનો શિકાર બન્યા હતા. આ અકસ્માતમાં પપ્પુ યાદવના 12 જેટલા સમર્થકો ઘાયલ થયા છે. જેની સારવાર ભોજપુર જિલ્લાના શાહપુરની હોસ્પિટલમાં ચાલી રહી છે.

છપરાના મુબારકપુરથી નીકળ્યા બાદ પપ્પુ યાદવ તેના કાફલા સાથે લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે બક્સરના બ્રહ્મપુર જઈ રહ્યા હતા. અહીં ચક્કી બ્લોકના જિલ્લા પરિષદ સભ્ય પરમા યાદવના પુત્ર વિવેકાનંદના લગ્ન બ્રહ્મપુર બ્લોકના પુરવા ગામના વડા અશ્વિની યાદવની પુત્રી સાથે થઈ રહ્યા હતા. દરમિયાન આ રોડ અકસ્માત શાહપુર પોલીસ સ્ટેશનના મહારાજગંજ પાસે બપોરે 1 વાગ્યાની આસપાસ થયો હતો. ઘટના અંગે પપ્પુ યાદવે જણાવ્યું કે આમાં પાર્ટીના 11 લોકો ઘાયલ થયા છે. ત્રણ લોકોની હાલત ગંભીર હોવાથી તેમને પટના રિફર કરવામાં આવ્યા છે.

“હું ભગવાનનો આભાર માનું છું કે આપણે બધા સુરક્ષિત છીએ. છપરાની ઘટના પછી, બક્સરમાં એક ખાનગી કાર્યક્રમમાં પૂર્વા પૂર્વ જિલ્લા અધ્યક્ષ પરમા યાદવના પુત્રના લગ્નમાં હાજરી આપવા માટે ગામ જઈ રહી હતી. પાર્ટીના 11 લોકોએ ઇજાગ્રસ્ત થયા છે. એક ઓવરલોડેડ ટ્રક સતત ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહી હતી, જેમાં અકસ્માત થયો હતો.” – પપ્પુ યાદવ, JAP સુપ્રીમો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *