બહેનની ડોલી ઉઠે તે પહેલા જ લાડકા ભાઈની અર્થી ઉઠી- જે ઘરમાં લગ્નની શહેનાઈઓ ગૂંજી રહી હતી ત્યાં જ માતમ ફેલાઈ ગયો

Brother shot dead during sister wedding: બહેનની ડોલી (Sister Wedding) ઉઠે તે પહેલા જ વ્હાલા ભાઈની અર્થી ઉઠતા પરિવાર લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ હતી. જે ઘરમાં થોડી જ ક્ષણો પહેલા શહેનાઈઓ ગૂંજી રહી હતી, અચાનક થોડીવાર પછી ત્યાં શોકભરી શાંતિ ફેલાઈ ગઈ અને ચારેબાજુ ચીસો સંભળાવા લાગી. આ સમગ્ર મામલો સૈયદપુર ગામમાં બન્યો હતો, જ્યાં લગ્ન સમારોહ (Wedding) દરમિયાન દુલ્હનના ભાઈને અજાણ્યા હથિયારબંધ બદમાશોએ ગોળી મારીને હત્યા કરી હતી.

યુવકને કોણે અને શા માટે ગોળી મારી? આ હજુ સ્પષ્ટ નથી. બીજી તરફ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતકના મૃતદેહને પોતાના કબજામાં લીધા બાદ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી. મૃતક યુવકનું નામ રોહિત કુમાર સિંહ (20 વર્ષ) છે, જે સૈયદપુર ગામનો રહેવાસી છે. રોહિત બી.એ.નો વિદ્યાર્થી હતો અને હાલ તે ઘરે જ અભ્યાસ કરતો હતો.

રસ્તામાં જ થયું ફાયરીંગ

મળતી માહિતી મુજબ, સૈયદપુર ગામના રહેવાસી ધર્મેન્દ્ર સિંહના મોટા ભાઈ સ્વર્ગસ્થ વીરેન્દ્ર સિંહની દીકરીના લગ્ન રવિવારે આવ્યા હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું. તે દરમિયાન, ધર્મેન્દ્ર સિંહનો પુત્ર રોહિત જાનૈયાઓને જમાડીને પરત ફરી રહ્યો હતો. એટલામાં જ અજાણ્યા હથિયારબંધ બદમાશોએ તેમને રસ્તામાં જ ગોળી મારી દીધી હતી.

હત્યાના આ બનાવની જાણ મૃતકના પરિવારજનોને થતાં જ તેઓમાં ખળભળાટ મચી ગયો હતો. મૃતકના પરિવારજનોની વાત માનીએ તો રોહિત શમિયાણામાં જાનૈયાઓને જમાડવા ગયો હતો અને આ દરમિયાન ઘરમાં સમાચાર આવ્યા કે તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. ઘટનાની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ જણાવ્યું કે યુવકને લગ્ન સમારોહ દરમિયાન ગોળી વાગી હતી. ગોળી કોણે અને શા માટે? હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસ સમગ્ર મામલાની તપાસમાં લાગેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *