ભારતીય ક્રિકેટર જસપ્રિત બુમરાહના ઘરે બંધાયું પારણું -સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને ચાહકોને જણાવ્યું નામ

Birth of a son at Jasprit Bumrah house: એશિયા કપની વચ્ચે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહના ઘરે એક નાનો મહેમાન આવ્યો છે. જસપ્રીતની પત્ની અને…

Birth of a son at Jasprit Bumrah house: એશિયા કપની વચ્ચે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહના ઘરે એક નાનો મહેમાન આવ્યો છે. જસપ્રીતની પત્ની અને ટીવી પ્રેઝન્ટર સંજના ગણેશે 4 સપ્ટેમ્બરે સવારે પુત્રને જન્મ આપ્યો હતો.(Birth of a son at Jasprit Bumrah house) આ પ્રસંગે બુમરાહ તેની પત્ની સાથે હતો. આ કારણોસર, તે એશિયા કપની વચ્ચે શ્રીલંકા છોડીને મુંબઈ પાછો ફર્યો હતો. આ સ્ટાર કપલે તેમના પુત્રનું નામ અંગદ જસપ્રીત બુમરાહ રાખ્યું છે. ખુદ સ્ટાર બોલરે સોશિયલ મીડિયા પર એક સુંદર પોસ્ટ મૂકીને આ જાણકારી આપી છે.

અમારો પરિવાર મોટો થયો… -જસપ્રિત બુમરાહ
બુમરાહે સોમવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા પુત્ર અંગદના જન્મની જાહેરાત કરી હતી. તેણે લખ્યું કે “અમારું નાનું કુટુંબ વિકસ્યું છે અને અમારું હૃદય આપણે ક્યારેય કલ્પના કરી શક્યું ન હોત તેના કરતાં વધુ ભરેલું છે! આજે સવારે અમે અમારા નાના પુત્ર અંગદ, જસપ્રિત બુમરાહનું દુનિયામાં સ્વાગત કર્યું. અમે ખૂબ જ આનંદિત છીએ અને અમારા જીવનનો આ નવો અધ્યાય તેની સાથે લાવશે તેની રાહ જોઈ શકતા નથી.

 

View this post on Instagram

 

A post shared by jasprit bumrah (@jaspritb1)

જણાવી દઈએ કે, જસપ્રીત બુમરાહ એશિયા કપ માટે જાહેર કરાયેલી ટીમ ઈન્ડિયાનો સભ્ય છે અને તેણે પાકિસ્તાન સામેની મેચમાં પણ ભાગ લીધો હતો. જોકે, તે ભારત અને નેપાળ વચ્ચે રમાનારી મેચ પહેલા જ સ્વદેશ પરત ફર્યો હતો. બીસીસીઆઈએ આ પાછળનું કારણ જાહેર કર્યું નથી પરંતુ મીડિયા અહેવાલો અનુમાન લગાવી રહ્યા હતા કે તે તેના પહેલા બાળકના કારણે છે અને અહેવાલો સાચા નીકળ્યા છે. જોકે બુમરાહ એશિયા કપના સુપર-4 રાઉન્ડ પહેલા ટીમ ઈન્ડિયામાં ફરી જોડાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *