સુરતના પરિવારે પ્રસરાવી માનવતાની સુવાસ- મૃત્યુ પછી પણ સાત લોકોમાં હંમેશા જીવંત રહેશે 37 વર્ષીય બ્રેઈનડેડ દિનેશભાઈ

Organ donation of brain dead youth in Surat: ડાયમન્ડ સીટી અને ટેક્સટાઇલ સીટી તરીકે ઓળખતું સુરતની હવે નવી ઓળખ થઈ ગયી છે. હવે સુરત ઓર્ગન ડોનેશન તરીકે ખ્યાતિ પામ્યું છે. સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા 37 વર્ષીય દિનેશભાઈ પુંજુભાઈ પાટીલના અંગદાનથી સાત જીવનમાં નવા રંગ ઉમેરાયા છે.

મળતી માહિતી અનુસાર, તારીખ 28/08/2023 સોમવારના બપોરે 1:30 વાગ્યે દિનેશ ભાઈ ગ્રે કાપડ ટેમ્પામાં ભરવાનું કામ કરતા હતા, એ વેળાએ દોરી બાંધતી વેળા દોરી તુટી જતા ટેમ્પામાંથી પડી જતા માથાનાં ભાગે તેમને ઈજા થઈ હતી. તેમના નાના અશોકભાઈ એ પોતાના શેઠ અનિલભાઈ ઘેવરીયાનો સંર્પક કર્યો હતો. અનિલભાઇએ ડો. ચંદ્રકાંતભાઈ ઘેવરીયાની સાથે વાત કરીને ડાયમંડ હોસ્પીટલમાં સારવાર લેવા માટે જણાવ્યું હતું.

ડાયમંડ હોસ્પિલમાં ઈમરજન્સી વિભાગમાં હોસ્પિટલના ડો. પ્રજ્ઞેશ કાકડિયા (જનરલ સર્જન) અને ડો. જતીન માવાણી (ન્યુરોસર્જન) એ તેની સારવાર શરુ કરી હતી. રીપોર્ટમાં બ્રેઈન હેમરેજ હોવાથી દિનેશભાઈનું તત્કાલ ઓપરેશન કરવામાં આવ્યું હતું.(Organ donation of brain dead youth in Surat) પાંચેક દિવસની સઘન સારવાર પછી તારીખ 02/09/2023 નાં રોજ ડો. જતીન માવાણી ( ન્યુરો સર્જન), ડો. પ્રજ્ઞેશ કાકડીયા (જનરલ સર્જન), ડો. ચંદ્રકાંત ઘેવરીયા દ્વારા તેઓને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

બ્રેઈન ડેડ જાહેર થતાની સાથેજ ડાયમંડ હોસ્પીટલના એડમિનિસ્ટ્રેટર ડો. હરેશ પાગડા એ જીવનદીપ ઓર્ગન ડોનેશન ટ્રસ્ટના વિપુલભાઈ તળાવીયાનો સંપર્ક કર્યો હતો. ત્યારપછી જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટનાં ફાઉન્ડર પી. એમ. ગોંડલિયા, વિપુલ તળાવીયા, ડો. નીલેશભાઈ કાછડીયા (પ્લાસ્ટિક સર્જન), સમાજ સેવક પરમેશ્વરભાઈ રાજપૂત, દિપકભાઇ પાટીલ, શરદભાઈ પાટીલ તેમજ ડાયમંડ હોસ્પિટલના ટ્રસ્ટી દિનેશભાઈ નાવડિયા, માવજીભાઈ માવાણી અને ડૉ.હરેશભાઈ પાગડા તેમજ ધારાસભ્ય સંગીતાબેન પાટીલ દ્વારા પરિવારના સભ્યોને સંપર્ક કરીને અંગદાન અંગેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.શરીર બળીને પંચમહાભૂતમાં વિલીન થઈ જવાનું છે, ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોઈ,(Organ donation of brain dead youth in Surat) તો આપ આગળ વધો એવું દિનેશભાઈ પાટીલના સમગ્ર પરિવારના સભ્યોએ સહમત થઈ સંમતી આપી હતી.

આ પ્રક્રિયા માટે પરિવારજનોની સંમતી મળતા ગુજરાત સરકારની સોટો સંસ્થાના નો સંપર્ક સાધ્યો હતો, જેના કન્વીનર ડો. પ્રાંજલ મોદી, પ્રિયાબેન શાહ તથા સોટો ટીમ દ્વારા જરૂરી સલાહ સૂચન લઈ, ડાયમંડ હોસ્પિટલ માંથી સોટો માં રજિસ્ટ્રેશનની પ્રોસેસ શરૂ કરાવવામાં આવી હતી. સોટો ગુજરાત દ્વારા હદય, નાનું આંતરડું, લીવર અને બન્ને કિડનીનું એલોકેશન વિવિધ શહેરોની હોસ્પીટલમાં કરવામાં આવ્યું હતું. બંને ચક્ષુઓનું દાન લોક્દ્રષ્ટિ ચક્ષુ બેંક ના માધ્યમથી સ્વીકારવામાં આવ્યું હતું.Organ donation of brain dead youth in Surat

સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સંચાલિત માતૃ રામુબા તેજાણી તથા માતૃ શાંતાબા વીડીયા (ડાયમંડ હોસ્પિટલ) ચેરમેન સી પી વાનાણી, મંત્રી દિનેશભાઈ નાવડીયા,  વલ્લભભાઈ સવાણી ,  માવજીભાઈ માવાણી, એડમિનિસ્ટ્રેટર ડો.હરેશ પાગડા દ્વારા સુરત શહેરમાં “એક જીવન ઘણા જીવનને પ્રકાશિત કરી શકે છે” ના સૂત્રને સાકાર કરી સેવાનું કામ કરતી સંસ્થા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ની ટીમ તેમજ દર્દીના માતા પિતા અને સગા સંબંધીનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો જેના દ્વારા હૃદય, બંને કિડની, લીવર, નાનું આંતરડું અને બંને આંખનું અંગદાન શક્ય બન્યું હતું.

અંગદાન કરવાની સમગ્ર પ્રકિયામાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના(Organ donation of brain dead youth in Surat) ફાઉન્ડર- પી.એમ.ગોંડલિયા, વિપુલ તળાવીયા, ડૉ. હરેશભાઈ પાગડા, ડૉ. સાગર કલસરિયા, ડૉ.સ્મીતેશ વાઘાણી, ડૉ. જુલી લાખાણી, ભાવેશભાઈ દેસાઈ, કલ્પેશભાઈ બલર અને હરેશભાઈ આસોદરિયા, બીપીન તળાવીયા, જસ્વિન કુંજડીયા, નીતિનભાઈ ધામેલીયા, હાર્દિક ખીચડીયા, પાર્થ ગઢિયા, હર્ષ પાઠક, સતિષ ભંડેરી, પિયુષ વાડદોરીયા, પિયુષ વેકરીયા, વૈઝુલ વિરાણી, સાગર કોરાટ, જીગ્નેશ શીંગાળા અને સમગ્ર ડાયમંડ હોસ્પિટલ સ્ટાફ પરિવાર તેમજ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના સંકલનથી આ સફળ ઓર્ગન ડોનેશન સુરત ખાતેથી કરવામાં આવ્યું હતું.

ઓર્ગન દેશના વિવિધ શહેરમાં સમય સર પહોંચી શકે તેવા ઉમદા હેતુથી ગણતરીની મીનીટોમાં ડાયમંડ હોસ્પીટલ થી સુરત ઍરપોર્ટ સુધીનો સમગ્ર ગ્રીનકોરીડોર માટે સુરત, ગુજરાત પોલીસ દ્વારા બંદોબસ્ત સાથે ગ્રીન કોરીડોરની સજ્જડ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી અને ઍરપોર્ટ ઓથોરિટી દ્વારા વિશેષ સહકાર મળ્યો હતો.

પી.એમ.ગોંડલિયા અને વિપુલ તળાવીયાએ જણાવ્યું હતું કે , અંગદાન માટે જાગૃતિ લાવવા તમામ પ્રેસ , ઈલેક્ટ્રોનિક મીડિયા, OTT પ્લેટફોર્મ અને વિવિધ સોશ્યલ મીડિયાનો ખુબજ સહયોગ પ્રાપ્ત થઇ રહ્યો છે જેથી આ પાંચમી વખત સંસ્થાના માધ્યમથી ઓર્ગન ડોનેશન કરાવવામાં આવ્યું હતું.વિશેષમાં વિપુલ તળાવીયાએ જણાવ્યું હતું કે અંગદાન માટે પાટીલ પરિવાર દ્વારા અમારી સંસ્થા ઉપર અતૂટ વિશ્વાસ મૂકીને જૂની માનસિકતાઓથી દુર થઈ અંગદાન જાગૃતિના અભિયાનમાં સમગ્ર પરિવારના યુવાનો સામેલ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *