બોલીવુડના પ્રખ્યાત ગીતકાર અને લેખક જાવેદ અખ્તરે પોતાના ટ્વીટને લઈને હંમેશા હેડ લાઈન માં હોય છે. તેમના ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ વાંચવામાં આવે છે. જાવેદ અખ્તરે ફરીથી એક ટ્વિટ કર્યું છે જેને સોશિયલ મીડિયા પર નવી ચર્ચા શરૂ કરી દીધી છે. તેમણે પોતાના ટ્વિટમાં લાઉડસ્પીકર પર નમાજ પઢવી એ લોકોને પરેશાન કરનારું જણાવ્યું છે. તેમના ટ્વિટ પર ટ્વિટર યુઝર્સ ખૂબ રિએક્શન આપી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર જાવેદ અખ્તરની આ ટ્વીટ ખૂબ ધ્યાન ખેંચી રહી છે.
In India for almost 50 yrs Azaan on the loud speak was HARAAM Then it became HaLAAL n so halaal that there is no end to it but there should be an end to it Azaan is fine but loud speaker does cause of discomfort for others I hope that atleast this time they will do it themselves
— Javed Akhtar (@Javedakhtarjadu) May 9, 2020
જાવેદ અખ્તરે પોતાના ટ્વિટમાં લખ્યું કે ભારતમાં લગભગ 50 વર્ષ સુધી લાઉડ સ્પીકર પર નમાઝ પડવાનું હરામ રહ્યું, પરંતુ જ્યારે હલાલ થયું તો તે પૂર્ણ નથી થઇ રહ્યું. પરંતુ આને બંધ કરવું જોઈએ.આશા છે કે બીજા લોકોને પડી રહેલી મુશ્કેલીઓને સમજતાં લાઉડ સ્પીકર પર નમાજ પઢવાનું જાતે જ બંધ કરી દેવું જોઈએ.
જાવેદ અખ્તરે આ રીતે લાઉડ સ્પીકર પર અજાન દેવા ને લઈને પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. જાવેદ અખ્તરની આ ટ્વીટ ખૂબ વાયરલ થઈ રહી છે. સાથે જ સોશિયલ મીડિયા પર નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
જાવેદ અખ્તરના પહેલા બોલીવુડ ગાયક સોનુ નિગમે પણ નમાજને લઈને કહ્યું હતું કે લાઉડ સ્પીકર પરથી નમાજથી મુશ્કેલીઓ સર્જાય છે.તેમણે કહ્યું હતું કે તેમના ઘરની નજીક પણ ઘણી બધી મસ્જિદો છે જ્યાં કાયમ તેમણે સવાર સવારમાં નમાજ સાંભળવી પડે છે. જોકે તેઓ સાંભળવા નથી માંગતા. આ વાતને લઈને સોનુ નિગમની ખુબ આલોચના પણ થઇ હતી. જણાવી દઈએ કે જાવેદ અખ્તર તમામ સામાજિક મુદ્દા પર પોતાની નીડર ભાષામાં પોતાનો પક્ષ રજુ કરવા માટે જાણીતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news