દિલ્હીમાં કેજરીવાલ સરકાર ભોગવશે પરપ્રાંતીયને વતન મોકલવાનો તમામ ખર્ચ

કોરોનાવાઇરસને કારણે દેશભરમાં ચાલી રહેલા lockdown દરમિયાન સૌથી વધારે માર પ્રવાસી મજૂરો પર પડી રહ્યો છે. પહેલા રોજગારની શોધમાં પોતાના ઘર અને ગામ છોડી બીજા…

કોરોનાવાઇરસને કારણે દેશભરમાં ચાલી રહેલા lockdown દરમિયાન સૌથી વધારે માર પ્રવાસી મજૂરો પર પડી રહ્યો છે. પહેલા રોજગારની શોધમાં પોતાના ઘર અને ગામ છોડી બીજા રાજ્યમાં ગયા અને હવે બેરોજગારીના કારણે પોતાના ઘર તરફ પગપાળા જવા માટે મજબૂર બન્યા છે. એવા ઘણા બધા મજુર છે જે પોતાના ગામ તરફ પગપાળા જ નીકળી પડ્યા છે. દરેક રાજ્યોની સરકાર મજુરોના ઘરે પાછા ફરવા માટે ના પ્લાન તૈયાર કરી રહી છે.આ વચ્ચે દિલ્હી સરકારે lockdown ના કારણે ફસાયેલા પ્રવાસી મજૂરોને તેમના રાજ્યમાં મોકલવા માટે ની ટ્રેન નો ખર્ચો ઉઠાવવાની વાત કરી છે.

1200 શ્રમિકોને કર્યા રવાના

દિલ્હી સરકાર તરફથી જાણકારી આપવામાં આવી છે કે દિલ્હીથી પોતાના મૂળ પ્રદેશ જવા માંગતા પ્રવાસીઓએ અને તમામ સૂચના પ્રદેશ હોય આપી દીધી છે. અત્યાર સુધી ઘણા રાજ્યો તરફથી કોઈ જવાબ નથી મળ્યો.

દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયે જણાવ્યું કે શુક્રવારે lockdown માં ફસાયેલા બિહારના લગભગ 1200 શ્રમિકોને નવી દિલ્હી સ્ટેશનથી વિશેષ ટ્રેન મુઝફ્ફરપુર બિહાર માટે રવાના થઇ.શુક્રવારે દિલ્હી સરકારે બિહારના રહેવાસી એવા લગભગ 1200 પ્રવાસીઓને નવી દિલ્હી રેલવે જંકશન થી રવાના કર્યા છે.

મેડિકલ અને સ્ક્રિનિંગ બાદ મળ્યા ખાવાના પેકેટ

પહેલા ચરણમાં સરકારે રેન બસેરા માં રહેતા પ્રવાસીઓને ઘરે મોકલી રહી છે. નવી દિલ્હી રેલવે સ્ટેશનથી બિહાર માટે બપોરે ત્રણ વાગ્યે ટ્રેન રવાના થઈ. આના પહેલા દિલ્હી ના અલગ અલગ સ્થળ પર આવેલા રેન બસેરા માં રહેતા પ્રવાસીઓને નવી દિલ્હી રેલવે સ્ટેશન પહોંચાડવા માટે સરકાર તરફથી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી.

રેન બસેરા માં રહેતા પ્રવાસીઓને રેલવે સ્ટેશન માટે પહોંચાડવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી. તમામ પ્રવાસીઓને મેડિકલ અને સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ તેમને મેડિકલ સર્ટિફિકેટ, ટિકિટ અને રસ્તામાં બે વખત ખાવાના પેકેટ આપવામાં આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *