એવી તો શું મુશીબત આવી પડી કે, 22 વર્ષના આર્મી જવાને પોતાને જ ગોળી મારી કરી લીધો આપઘાત

ઉત્તરાખંડ: મેરઠમાં 22 વર્ષીય આર્મી જવાને બુધવારે વહેલી સવારે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હતી. જવાન રાત્રી ફરજ પર હતો, તેનો લોહીથી લથપથ મૃતદેહ બપોરે 3 વાગ્યે મળી આવ્યો હતો. પોલીસ તેને આત્મહત્યા માની રહી છે. જોકે હજુ આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી.

ઉત્તરાખંડના પૌરી ગઢવાલમાં રહેતો મનજીત મેરઠમાં આર્મી બ્રિગેડિયર ઇન્ફન્ટ્રીમાં ફરજ બજાવતો હતો. પોલીસને બુધવારે સવારે 3 વાગ્યે માહિતી મળી હતી કે, કાંકરખેડા વિસ્તારના ફાઝલપુર આર્મી વિસ્તારમાં સેનાના એક જવાને આત્મહત્યા કરી છે. જે બાદ કાંકરખેડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના અંગે પૂછપરછ શરુ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, જવાનના ચહેરા પર 3 ગોળીઓ વાગી છે.

કાંકરખેડા પોલીસ સ્ટેશનના કાર્યકારી એસઓ રામાવતાર કહે છે કે, જવાનને રામરામ પાસે 3 ગોળીઓ લાગી છે. પોલીસને સ્થળ પર 3 શેલ પણ મળી આવ્યા હતા. મેગેઝિનમાંથી 17 ગોળીઓ મળી આવી છે, માત્ર 3 ઈન્સાસમાંથી ગોળીઓ ચલાવવામાં આવી છે. આવી સ્થિતિમાં એવું પણ માનવામાં આવે છે કે, જવાન ફરજ સમયે ઉભો રહ્યો હશે. INSAS ની ટોચ નીચે હોવી જોઈએ અને અચાનક ગોળી ચાલી ગઈ છે. જોકે, પોલીસ અને સેનાના અધિકારીઓ તેને આત્મહત્યા માની રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *